તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મનપાની તિજોરી ખાલીખમ : ડિસે. પછી પગાર પણ થાય તેવી સ્થિતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપાની તિજોરી ખાલીખમ : ડિસે. પછી પગાર પણ થાય તેવી સ્થિતિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટમનપાના ઇતિહાસમાં પ્રથમ વખત ગંભીર આર્થિક કટોકટી સર્જાઇ છે. સ્થિતિ હદે વણસી છે કે, ડિસેમ્બર મહિના બાદ મનપાના 5000 કર્મચારીઓના પગાર કેમ કરવા તે સમસ્યા સર્જાઇ શકે છે. મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક વચ્ચે સર્જાયેલી અસામાન્ય ખાધને કારણે સ્થિતિ સર્જાઇ હોવાનું મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા પારખી આવતા સપ્તાહે કમિશનરે એક આપાતકાલીન બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં તેઓ પદાધિકારીઓ તથા તમામ કોર્પોરેટર સમક્ષ આર્થિક ચિત્ર રજૂ કરશે. અત્યારની સ્થિતિએ જોતા સરકાર તરફથી જો યોગ્ય સહકાર નહીં મળે તો રોજબરોજના કાર્યો અટકી પડવાની દહેશત સર્જાઇ છે. એટલું નહીં તો સંજોગોમાં ડિસેમ્બર બાદ કર્મચારીઓના પગારના ફાંફાં પડશે, ઝોનલ કોન્ટ્રાક્ટરોને ચૂકવણું નહીં કરી શકાય.

કામને થશે અસર

કર્મચારીઓનાપગાર ઉપરાંત ઝોનલ કોન્ટ્રાક્ટરના બિલ પણ ડિસેમ્બર પછી અટકે તેમ હોય મનપા દ્વારા અપાતા ઝોનલ કોન્ટ્રાક્ટમાં જે કામ થાય છે જેવા કે, પેવિંગ બ્લોક મુકવા, રોડ રિપેરિંગ, બાકડા મુકવા, રેલિંગ, જાળી, ગ્રીલ નાખવી, સ્ટ્રીટલાઇટ ઉડી ગઇ હોય તો તે નાખવી, મેટલ રોડ, મોરમ પાથરવી, પેચવર્ક જેવા સિવિલ અને મેશનરી વર્ક ઠપ થઇ શકે.

કામનેનહીંવત અસર

સરકારનીયોજના અથવા તો ગ્રાન્ટ આધારિત પ્રોજેક્ટ હશે તેને માત્ર નહીંવત અસર થશે. આવા કામો માટે ચોક્કસ તેના હેડ હેઠળ મનપાને નિયમિત રીતે ભંડોળ મળતું હોય છે. જેમ કે, બ્રિજના કામ, પાઇપલાઇન કે ડ્રેનેજ લાઇન નાખવી, નવા રોડના એકશન પ્લાન, પાણી પુરવઠાના કામ, હાઉસિંગ, રાજ્ય અને કેન્દ્ર સરકારમાંથી મંજૂર થયેલા કામ સદનસીબે થતા રહેશે.

તોકોર્પોરેટરોને ગ્રાન્ટ નહીં મળે

આગામીનાણાકીય વર્ષ સુધીમાં હાલતમાં કોઇ સુધારો નહીં થાય તો 5000 કર્મચારીઓના પગારની ચિંતા કરીને આગામી વર્ષે કોર્પોરેટરોની ગ્રાન્ટની જોગવાઇ કરવી પડે એવી એવી શક્યતા આવી શકે છે તેમ મ્યુનિ. કમિશનરને ખૂદ આડકતરો સ્વીકાર કરવો પડ્યો હતો.

આવતા દિવસો અત્યંત કપરા

શા માટે થઇ આવી અવદશાω

} મહેસૂલી ગાબડું પૂરવા માટે અમે અમારી રીતે કેટલાક ઉપાય કાઢ્યા છે. જો કે તેનો બધો મદાર રાજ્ય સરકાર ઉપર છે.

} પીપીપી આવાસના પ્રિમિયમની રકમ મહેસૂલીના હેડ હેઠળ વાપરવાની મંજૂરી મગાશે.

} શિક્ષણ ઉપકર તેમજ એજ્યુકેશન ગ્રાન્ટ શાળાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત શાળા સ્ટાફના પગાર, આંગણવાડીના બહેનોને વેતન આપવામાં ખર્ચ કરવાની પરવાનગી મગાશે.

} 7માં પગારપંચના બોજને ટાંકીને જકાત ગ્રાન્ટમાં વધારા કરી આપવાની દરખાસ્ત થશે.

} ચાલુ વર્ષે કોર્પોરેટરોની ગ્રાન્ટમાં થોડો કાપ મુકવાની મંજૂરી શાસકો પાસે મગાશે

>વિજય નેહરા, મ્યુનિ.કમિશનર, મહાનગરપાલિકા

એકમાત્ર ઉપાય

} આપાતકાલિનબેઠક કરી કમિશનર કોર્પોરેટરોને આર્થિક સ્થિતિની માહિતી અાપશે

} સ્થાિનક મહેસૂલી આવકથી કોઇપણ સંજોગોમાં ખાડો પૂરાશે નહીં

} આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચે પૂરી શકાય તેવી જંગી ખાધ સર્જાઇ

ગંભીર આર્થિક કટોકટી

સ્માર્ટ સિટી બનવાનું સ્વપ્ન નિહાળતા મહાનગરને બે છેડા ભેગા નથી થતા

સરકાર તરફથી સમયસર મદદ નહીં મળે તો રોજિંદો વહીવટ ખોરવાઇ જશે

પગાર, વીજબિલ, ઇંધણ, સિક્યુરિટી ખર્ચ માટે મનપા પાસે નાણાં ખૂટ્યાં

ઇંધણ | નવા વાહનોની ખરીદીથી ઇંધણ ખર્ચ 5 કરોડ

તમામવોર્ડમાં ટીપરવાન મુકાયા, સોલિડવેસ્ટ, ટીપી, બાંધકામ, પદાધિકારીઓ માટે ખરીદાયેલા મોંઘાદાટ વાહનો અને અધૂરામાં પૂરું તેનો ઇંધણ ખર્ચ વધીને રૂ.5 કરોડ થઇ ગયો છે. અલબત્ત પૈકીનો કેટલોક ખર્ચ પ્રજાના કામ માટે છે. પરંતુ તેને કારણે આર્થિક બોજ વધ્યો છે.

ગ્રાન્ટ | કોર્પોરેટરોની ગ્રાન્ટ બમણી કરાઇ

ગતવર્ષથી નાણાકીય ભીંસને જોઇને મ્યુનિ. કમિશનરે કોર્પોરેટરોને વાર્ષિક રૂ.10 લાખની ગ્રાન્ટના બદલે રૂ.5 લાખ આપવાની જોગવાઇ બજેટમાં રાખી હતી. આખરી મહોર મારતી વખતે શાસકોએ બમણી કરી રૂ.10 લાખ યથાવત રાખી દીધી. જે હવે નડી રહી છે.

જળાશયો| નર્મદાના તોતિંગ બિલે કમર ભાંગી

ગતવર્ષે સ્થાનિક જળાશયો વહેલા ડૂકી ગયા હતા. વર્ષે તેનાથી પણ ખરાબ હાલત છે. સ્થાનિક ડેમનું પાણી પ્રજા સુધી પહોંચાડવાનો ખર્ચ 1000 લિટરના રૂ.6 આવે છે જ્યારે નર્મદાનું પાણી બમણું એટલે કે 1000 લિટરના રૂ.12માં પડે છે. હાલ નર્મદાનું એક મહિનાનું બિલ રૂ.3 કરોડ આવી રહ્યું છે.

સતત ભરતી | મહિને રૂ.20 કરોડનો પગારબોજ

છેલ્લાબે વર્ષમાં મહાનગરપાલિકામાં વોર્ડ ઓફિસરો અને વિવિધ શાખાઓમાં અનેક ભરતીઓ થઇ. અધૂરામાં પૂરું 40થી વધુ સફાઇ કામદારોને કાયમી કરવામાં આવ્યા. આમ મનપાની તિજોરી ઉપર મહેસૂલી ખર્ચ ઉપર સતત પગારબોજ વધતો ગયો. હાલ મહિને રૂ.20 કરોડ અને વાર્ષિક રૂ.243 કરોડ પગારખર્ચમાં વપરાઇ જાય છે.

પીપીપી | રૂ.325 કરોડના પ્રિમિયમની ગણતરી હતી પણ, રકમ રાજ્ય સરકાર લઈ જશે

પીપીપીઆવાસ યોજનામાં મનપાને પ્રિમિયમ પેટે અત્યાર સુધીમાં રૂ.325 કરોડ પૈકી 110 કરોડ તિજોરીમાં ઠલવાઇ ગયા હતા. રકમ મનપાને મળશે એવી ધારણા રાખીને ગત નાણાકીય વર્ષમાં તેમાંથી પગાર સહિતનો મહેસૂલી ખર્ચ આંખ મીચીને કરી નખાયો. બાદમાં આશા ઠગારી નીવડી અને હજુ અઠવાડિયા પહેલા સરકારમાંથી એવો પરિપત્ર આવ્યો કે પ્રિમિયમની તમામ રકમ સરકારમાં જમા કરાવી દેવાની રહેશે અને બાદમાં ઝૂંપડપટ્ટી પુનર્વસનના હેડ હેઠળ વાપરવાની શરતે સરકાર પાસેથી માગવાના રહેશે. ગત વર્ષે ખર્ચ કરી નાખેલા કરોડો રૂપિયા વર્ષે રાજ્ય સરકારમાં જમા કરાવવાની નોબત આવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો