સીસીઆઇ દ્વારા રૂનું રેકોર્ડ બ્રેક વેચાણ
સીસીઆઇદ્વારા ચાલુ વર્ષ દરમિયા 87 લાખ ગાંસડી રૂની ખરીદી ટેકાના ભાવે ખરીદી કરી હતી. ટેક્સટાઇલ્સ ઉદ્યોગની રજૂઆત બાદ કેન્દ્ર સરકારની એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું રૂ વેચાણ બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું છે અને અત્યાર સુધીનું વેચાણ 11 લાખ ગાંસડીને પાર પહોંચી ગયું છે.
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું, કે સીસીઆઇએ પહેલી ઓક્ટોબરથી શરૂ થતી ચાલુ સિઝન દરમિયાન સુધીમાં કુલ 11 લાખ ગાંસડીથી વધુ રૂનું વેચાણ કર્યું છે. સીસીઆઇનું વેચાણ વર્ષે 2011-12 બાદનું સૌથી વધુ વેચાણ છે. વર્ષે દરમિયાન સીસીઆઇએ કુલ 22.9 લાખ ગાંસડીની ખરીદી કરી હતી અને સમયે 8-9 લાખ ગાંસડી રૂનું વેચાણ કર્યું હતું.
સીસીઆઇ છેલ્લા થોડા દિવસથી દૈનિક 70 થી 75 હજાર ગાંસડી રૂ વેચાણ માટે બજારમાં મુકવામાં આવે છે અને તેમાંથી 50 થી 70 ટકા સુધી રૂનું વેચાણ થાય છે. આમ છેલ્લા થોડા દિવસોમાં વેચાણ વધ્યું હોવાથી કુલ વેચાણ 12 લાખ ગાંસડીએ પહોંચશે.
સરકાર દ્વારા વર્ષ 2008-2009 દરમિયાન રેકોર્ડ બ્રેક 89 લાખ ગાંસડીન ખરીદી બાદ ચાલુ વર્ષે 87 લાખ ગાંસડી રૂની ખરીદી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં ટેક્સટાઇલ્સ મિલોના વિવિધ સંગઠનો દ્વારા સરકારને રૂની અછત હોવાની રજૂઆત કરીને સીસીઆઇને વેચાણ વધારવા માટે માંગ કરી હતી, જેનાં પગલે સીસીઆઇ દૈનિક 50 હજારને બદલે 75 હજાર ગાંસડી રૂ વેચાણ માટે ઓફર કરવાનું શરૂ કર્યું હતું., જેને પગલે કુલ વેચાણ વધી ગયું છે.