• Gujarati News
  • National
  • એરંડા બજારમાં ટૂંકી વધઘટ વચ્ચે અંડરટોન મજબૂત

એરંડા બજારમાં ટૂંકી વધઘટ વચ્ચે અંડરટોન મજબૂત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂ અને કપાસ બજારમાં સુસ્તી, ભાવ સ્થિર: સિંગખોળ નરમ

ખાદ્યતેલબજાર, ચણા, બેસન બજાર સ્થિર રહ્યું હતું. અેંરડા બજારમાં ટૂંકી વધઘટ વચ્ચે અંડરટોન મજબૂત રહ્યો હતો. રૂ- કપાસમાં સુસ્તીનું વલણ જોવા મળ્યું હતું જો કે ભાવ સ્થિર રહ્યા હતા. સિંગખોળમાં રૂ. 500નો ઘટાડો નોંધાયો હતો.

એરંડા બજારમાં સામાન્ય વધઘટ વચ્ચે અંડરટોન મજબૂત રહ્યો હતો હાજર વયદો અને પીઠાના ભાવમાં સુધારો થયો હતો. રાજકોટ જૂન એરંડા વાયદો રૂ. 20 સુધરી 4012 ઉપર બંધ આવ્યો હતો જે ઊંચા મથાળે 4042 અને નીચા મથાળે 3990 ખુલ્યો હતો. વાયદાએ ફરી 4000ની સપાટી વટાવી દીધી છે, જ્યારે હાજરના ભાવ રૂ. 25 સુધરી 3875 રહ્યા હતા. ગુજરાતમાં એરંડાની આવકોમાં સામાન્ય ઘટાડો થયા ભાવ મજબૂત રહ્યા હતા. ગુજરાતમાં 72 હજાર ગુણી તેમજ સૌરાષ્ટ્રમાં 2500 ગુણી આવક વચ્ચે ભાવ રૂ. 5 વધી અનુક્રમે 770 - 780 તેમજ 750 - 760 થયા હતા, જ્યારે દિવેલ રૂ. 5 સુધરી 785 થયું હતું. કંડલાપામ સુધરી 503 - 504 તેમજ સોયાબીન ઘટી 587-588 રહ્યું હતું. સિંગખોળમાં રૂ. 500 ઘટી ભાવ 26500 થયા હતા.

રૂ બજારમાં અંડરટોન સુસ્ત હતો, જ્યારે ભાવ ટકેલા રહ્યા હતા. રૂના ભાવ 34500 - 35000 બોલાતા હતા. માણાવદરમાં શંકર ગાંસડી 34000-34400, સુરેન્દ્રનગરમાં કલ્યાણ ગાંસડી 24500 અને શંકર ગાંસડીના ભાવ 34500 રહ્યા હતા. દેશમાં 18 હજાર ગાંસડીના આવક રહી હતી. કપાસ પણ સ્થિર હતો. ગામડે 915-925, જિન પહોંચ ભાવ 930-940 રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં 18 હજાર મણની આવકે જનરલ ભાવ 800-950 બોલાયા હતા.

અન્ય સમાચારો પણ છે...