• Gujarati News
  • બજરંગ મિત્ર મંડળ દ્વારા શનિવાર, રવિવાર આરોગ્ય સેવા

બજરંગ મિત્ર મંડળ દ્વારા શનિવાર, રવિવાર આરોગ્ય સેવા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બજરંગ મિત્ર મંડળ દ્વારા શનિવાર, રવિવાર આરોગ્ય સેવા

રાજકોટ | બજરંગમિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા દર શનિવારે હોમિયોપેથિક, એક્યુપ્રેશરની સારવાર અને કરણસિંહજી બાલા હનુમાનજીની જગ્યાએ અન્નક્ષેત્ર, દર રવિવારે સવારે હોસ્પિટલમાં દર્દીઓને ગરમ નાસ્તો વિતરણ સહિતની સેવાકિય પ્રવૃત્તિ કરાય છે. તાજેતરમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન, સારવાર, દવા વિતરણનો કેમ્પ યોજાયો હતો. જેનો 298 દર્દીઓએ લાભ લીધો હતો. ડો.મેઘાણી, કેતનભાઇ ભીમાણી, રાજુભાઇ બુધ્ધદેવ, પ્રવીણભાઇ ગેરિયા, દિનેશભાઇ આડેસરા, જગદીશભાઇ પંડિત, દિનકરભાઇ રાજદેવ, રસિકભા લિમ્બાસિયા સેવા આપી હતી.