• Gujarati News
  • National
  • રાજકોટના પ્રૌઢને મારવાડી કોલેજ પાસે કાળ ભેટી ગયો

રાજકોટના પ્રૌઢને મારવાડી કોલેજ પાસે કાળ ભેટી ગયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા વિકાસ એજન્સીના કર્મચારી મોરબીથી રાજકોટ આવી રહ્યા હતા ત્યારે આંબી ગયો

ક્રાઇમરિપોર્ટર. રાજકોટ

શહેરનીભાગોળે ગવરીદડ અને બેડી ગામ વચ્ચે મારવાડી કોલેજ પાસે બુધવારે રાત્રે કાર સાથે ટ્રક ધડાકાભેર અથડાતાં કારચાલક રાજકોટના પ્રૌઢનું મોત નીપજ્યું હતું.

રાજકોટમાં બેડીનાકા વિસ્તારમાં હાટકેશ્વર મંદિર પાસેના મારુતિ એપાર્ટમેન્ટમાં રહેતા મનોજભાઇ નરારીપ્રસાદ રામાનુજ (ઉ.વ.50) બુધવારે રાત્રે મોરબીથી પોતાની કાર ચલાવી રાજકોટ આવવા નીકળ્યા હતા અને ગવરીદડ-બેડી વચ્ચે મારવાડી કોલેજ પાસે પહોંચ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકે કારને ઠોકર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મનોજભાઇ રામાનુજ જિલ્લા વિકાસ એજન્સીમાં ફરજ બજાવતા હતા અને કોઇ કામ સબબ મોરબી ગયા હતા. મોરબીથી પરત આવી રહેલા મનોજભાઇને રસ્તામાં કાળ ભરખી ગયાે હતો.

અન્ય સમાચારો પણ છે...