• Gujarati News
  • રાજકોટ જિલ્લામાં 1 જૂનથી ફલ્ડ કંટ્રોલ રૂમ શરૂ કરાશે

રાજકોટ જિલ્લામાં 1 જૂનથી ફલ્ડ કંટ્રોલ રૂમ શરૂ કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાયબ મામલતદાર સહિત 160 કર્મચારીઓના ઓર્ડર કરાયા, રજા પર પ્રતિબંધ મુકાયો

એડમિનિસ્ટ્રેશનરિપોર્ટર.રાજકોટ

કેરલમાંચોમાસાના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે અને ત્યારબાદ મેઘરાજા ખૂબ ઝડપથી પધરામણી કરે તેવા વર્તારાને ધ્યાનમાં લઇ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં આગામી 1 જૂનથી કંટ્રોલ રૂમ શરૂ કરવાની વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે અને નાયબ મામલતદાર સહિત 160 કર્મચારીઓને ડ્યૂટી ફાળવવાનો ઓર્ડર કરી દેવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં ચોમાસાના આગમન આડે હજુ 15 દિવસ જેટલા સમયની વાર છે ત્યારે કલેક્ટર તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે અને દરરરોજ એક-એક નાયબ મામલતદારને કંટ્રોલ રૂમની જવાબદારી સોંપવામાં આવી છે તેમજ અન્ય કર્મચારીઓને 8-8 કલાકની જવાબદારી ફાળવવામાં આવી છે. જુલાઇ માસના અંત સુધીનું શિડ્યૂલ તૈયાર કરી નાખવામાં આવ્યું છે.

ફલ્ડ કંટ્રોલ રૂમમાં નાયબ મામલતદાર કેડરના અધિકારીઓ ઉપરાંત અન્ય સરકારી કચેરીના અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે અને ફરજ પર મુકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને રજા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જો કોઇ અધિકારી કે કર્મચારીએ અનિવાર્ય સંજોગોમાં રજા લેવાની થાય તો કચેરીના શાખાધિકારીની મંજૂરી લેવાની રહેશે.

દરમિયાન ચોમાસા દરમિયાન અતિવૃિષ્ટના બનાવ સામે બચાવ કામગીરીને પહોંચી વળવા માટે િડઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સમયાંતરે તંત્રની કામગીરી ચકાસવા માટે મોકડ્રીલ પણ યોજવામાં આવશે એવું જાણવા મળે છે.