• Gujarati News
  • National
  • ટાબરિયા ચોર ગેંગને પકડવા પોલીસ લગ્નોમાં બિન બુલાયે મહેમાન બની

ટાબરિયા ચોર ગેંગને પકડવા પોલીસ લગ્નોમાં બિન બુલાયે મહેમાન બની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાંએક અઠવાડિયામાં બે લગ્નોમાં ચોરીના બનાવો બન્યા છે. ત્યારે ક્યાંક યુવતી અને ક્યાંક ટાબરિયાઓ લગ્નમાં પ્રવેશ કરી ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે. ત્યારે લગ્નોમાં થયેલી ચોરીના ટાબરિયા ગેંગને પકડવા માટે પોલીસે કમરકસી છે. અને પોલીસ હવે હાલ થનારા લગ્નોમાં ચોરટાઓને પકડવા માટે તપાસ અર્થે જઈ રહી છે.

વલસાડ કોલેજ કેમ્પસમાં લગ્ન સમારંભમાંથી રાજકોટના પરિવારના પર્સની ચોરી થઇ હતી. જેના સીસીટીવી ફૂટેજમાં કોઈ યુવતીએ પર્સ ચોરી કર્યાનું માલુમ પડતું હતું.ત્યારે વધુ એક ચોરી વશિયરમાં આવેલા પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્ન સમારંભમાં થઇ હતી. જ્યાં પણ રાજકોટના પરિવારની મહિલાનું પર્સ ચોરાયું હતુ. જેમાં કોઇ બાળક તેમનું રૂ. 1.16 લાખની કિંમતના દાગીના અને રોકડ ભરેલું પર્સ ચોરી ગયું હતુ. આમ એકજ અઠવાડિયામાં ચોરીના એક સરખા બનેલા બે બનાવોએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. ત્યારે હવે આખે આખી ગેંગને ઝબ્બે કરવા માટે પોલીસે નવો કીમિયો અપનાવ્યો છે. વલસાડ પોલીસ હવે દિવસ ભર લગ્નોમાં રહે છે. શહેર અને આસપાસનાં વિસ્તારોમાં જ્યાં લગ્ન હોય ત્યાં પોલીસની એક ટીમ બિન બુલાયે મહેમાનની જેમ પહોંચી જતી હોવાનું વિશ્વસનીય સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસ લગ્નોમાં પહોચી અગાઉની બંને ચોરીના સીસીટીવી ફૂટેજના આધારે જોવા મળતો ટાબરિયો અને યુવતીની શોધ કરી રહી છે.



સમગ્ર કેસના તપાસ અધિકારી મીના બેન નાં જણાવ્યા પ્રમાણે બંને ચોરી એકજ ગેંગ દ્વારા થઇ હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે ગેંગ મધ્ય પ્રદેશ થી વલસાડ આવી સક્રિય થઇ હોવાનું જાણવા મળ્યું છે. હાલ વલસાડ રૂરલ પોલીસ સીસીટીવી ફૂટેજ નાં આધારે તપાસ કરી રહી છે. અને ટાબરિયા ગેંગ ને પકડવા માટે હવાતિયા મારી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે બિન બુલાયે લગ્નોમાં પહોચતી પોલીસના હાથમાં માત્ર લગ્નનું ભોજન આવેછે કે પછી ગેંગ પણ હાથ લાગશે આવનાર સમયમાં ખબર પડશે.





સોમવારે વલસાડ પોલીસે લગ્નોમાં આપી હાજરી



સોમવારે વલસાડ પોલીસે 5 લગ્નોમાં આપી હાજરી

અન્ય સમાચારો પણ છે...