તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાગાયત વિભાગ, યાર્ડ કે અન્ય સંસ્થાઓ સહાયની અરજી સ્વીકારતા નથી

બાગાયત વિભાગ, યાર્ડ કે અન્ય સંસ્થાઓ સહાયની અરજી સ્વીકારતા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

રાજ્યમાંગત વર્ષે 10.24 લાખ ટન જેવું ડુંગળીનું જંગી ઉત્પાદન થયા બાદ ભાવ નીચે જતાં સરકારે ખેડૂતોને સહાયરૂપે 1 કિલોએ એક રૂપિયો આપવાની જાહેરાત કરી હતી. સહાય કોણ આપશે તેની કોઈની પાસે માહિતી નથી.

રાજ્ય સરકારે નિયમોને આધિન રહી ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને કિલોએ 1 રૂપિયા લેખે ખેડૂત દીઠ વધુમાં વધુ 300 ક્વિન્ટલની મર્યાદામાં આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, સહાયનો લાભ મંજૂર કરવા માટે નિયામક ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર પાસે ખેડૂતોએ અરજી કરવાની રહેશે, પરંતુ કચેરી રાજકોટ જિલ્લામાં ક્યાં આવે છે તે કોઇ અધિકારીને ખબર નથી. ડુંગળી બાગાયતી પાક હોવાથી તેનો પરિપત્ર કચેરીમાં આવ્યો છે, પરંતુ સહાય આપવા અંગે કે અરજી સ્વીકારવા અંગે કોઇ સૂચના આવી નથી.

ખેડૂતોએ આટલી વસ્તુ તૈયાર રાખવી

}ખેડૂત ખાતેદાર તરીકેના પુરાવા જેવા કે 7/12, અને 8-અ

} એ.પી.એમ.સી.ના ગેટ એન્ટ્રીનો પુરાવો

} જે તે એ.પી.એમ.સી.માં માલનું વેચાણ કર્યું હોય તેનું બિલ

} આધાર નંબર લિંક કરેલી બેંક પાસબુકની નકલ

યાર્ડ પાસે કોઇ પરિપત્ર આવ્યો નથી

^ડુંગળીનીસહાય આપવા અંગે સરકારે જાહેરાત કરી છે. સહાય ક્યાંથી લેવી તે હજુ નક્કી નથી. અમુક ખેડૂતો યાર્ડમાં સહાય માટે આવ્યા હતા, પરંતુ સહાય આપવા અંગે કે ખેડૂતો પાસેથી અરજી સ્વીકારવા અંગે રાજ્ય સરકારનો પરિપત્ર કે સૂચના આવી નથી. આગામી દિવસોમાં સરકારમાંથી કોઇ સૂચના આવશે તો ખેડૂતો પાસેથી અરજી સ્વીકારવામાં આવશે.

> બી.આર.તેજાણી, સેક્રેટરીરાજકોટ યાર્ડ

અન્ય સમાચારો પણ છે...