• Gujarati News
  • National
  • રાજકોટ | વૂમન ક્રિકેટ અન્ડર 23 વન ડે લીગ મેચમાં ગુજરાત

રાજકોટ | વૂમન ક્રિકેટ અન્ડર-23 વન ડે લીગ મેચમાં ગુજરાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વૂમન ક્રિકેટ અન્ડર-23 વન ડે લીગ મેચમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો વિજય થયો છે. રાજકોટનાં રેલવે મેદાન પર રમાયેલા ગુજરાત-સૌરાષ્ટ્ર વચ્ચેનાં મેચમાં સૌરાષ્ટ્રનો ધબડકો થઇ ગયો હતો. સૌરાષ્ટ્ર 9 વિકેટ ગુમાવી માત્ર 86 જ રન કરી શકી હતી. જેમાં એક માત્ર દ્રષ્ટિ સોમૈયાનાં 18 રન હતા. બીજી તરફ ગુજરાતે જીતનો લક્ષ્ય છ વિકેટ ગુમાવી 29 ઓવરમાં જ પૂરો કરી જીત મેળવી હતી.

અન્ય એક મેચમાં સતત ત્રીજા મેચમાં બરોડાની ટીમને મહારાષ્ટ્ર સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. મહારાષ્ટ્રએ 7 વિકેટ ગુમાવી 233 રન કર્યા હતા. ડી.વૈદ્ય 69, એમ.મગરે 57 રન કર્યા હતા. બીજી તરફ બરોડા 6 વિકેટ ગુમાવી 50 ઓવરમાં 184 રન જ કરી શકતાં મહારાષ્ટ્રનો 49 રને વિજય થયો છે. મંગળવારે આ ટુર્નામેન્ટના વધુ બે લીગ મેચ ખંઢેરી સ્ટેડિયમ અને રેલવેના ગ્રાઉન્ડ પર રમાશે.

અન્ય સમાચારો પણ છે...