સ્પોર્ટસ રિપોર્ટર | રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટસ રિપોર્ટર | રાજકોટ

સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમનું રણજી સહિતની જુદી-જુદી ટૂર્નામેન્ટમાં સાવ નબળું પ્રદર્શન રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રની ટીમમાં રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારાનું ટીમમાં આગમન થતાં હાલ ચાલી રહેલી વિજય હઝારે વન ટૂર્નામેન્ટમાં ટીમ સૌરાષ્ટ્રે વટભેર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ ટૂર્નામેન્ટમાં રોબિન ઉથપ્પાને બાદ કરતાં સૌરાષ્ટ્રના તમામ બેટસમેન, બોલરોએ રમતનું સુંદર પ્રદર્શન કરી યોગદાન આપ્યું છે. જેમાં લેફટ આર્મ સ્પીનર ધર્મેન્દ્ર જાડેજા આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ મેળવવામાં બીજા ક્રમે રહ્યો છે. તેણે 16 વિકેટ મેળવી છે. જ્યારે 23 વિકેટ મેળવી પ્રથમ ક્રમે હૈદ્રાબાદનો મો.સિરાજ રહ્યો છે. બેટિંગમાં કોઇ ટોપટેનમાં નથી. પરંતુ સૌરાષ્ટ્રના બેટ્સમેનોમાં સમર્થ વ્યાસ 296 રને પ્રથમ અને ચેતેશ્વર પૂજારા, અર્પિત વસાવડા 272 રને બીજા ક્રમે છે. જ્યારે એક સમયે ફટકાબાજ તરીકે ઓળખાતા રોબિન ઉથપ્પાએ સૌરાષ્ટ્રની ટીમ વતી રમી આ ટૂર્નામેન્ટમાં માત્ર 95 રન જ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...