• Gujarati News
  • National
  • રાજકોટ | કોઠારિયા રોડ પર હુડકો ક્વાર્ટર્સમાં રહેતા વૃધ્ધે ફાંસો

રાજકોટ | કોઠારિયા રોડ પર હુડકો ક્વાર્ટર્સમાં રહેતા વૃધ્ધે ફાંસો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કોઠારિયા રોડ પર હુડકો ક્વાર્ટર્સમાં રહેતા વૃધ્ધે ફાંસો ખાઇ આપઘાતની કોશિશ કરી હતી, વૃધ્ધના પત્ની જોઇ જતાં વૃધ્ધનો બચાવ થયો હતો. હુડકો ક્વાર્ટર્સમાં રહેતા દેવજીભાઇ પરમારે (ઉ.વ.70) રવિવારે સાંજે ઘેર કપડાંના ટુકડા ભેગા કરી તેનો ગાળિયો બનાવી લાકડાંની આડી સાથે બાંધી ફાંસો ખાધો હતો. જોકે દેવજીભાઇએ ફાંસો ખાધો તે વખતે જ તેમના પત્ની જસુબેનની નજર પડતાં તેમણે તાકીદે પતિને નીચે ઉતારી લઇ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી વૃધ્ધે પગલું ભર્યાનું તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...