• Gujarati News
  • National
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ કાલાવડ રોડ-અવધ રોડ પર 1020 ફ્લેટ સાથે વીર સાવરકર નગરની સ્થાપના કરી છે, પરંતુ વહીવટી તંત્ર પ્રાથમિક સુવિધા આપતું નહીં હોવાથી સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થઇ નથી ત્યાં ટેન્કરના ભરોસે પાણી વિતરણ થઇ રહ્યું છે અને સફાઇનો અભાવ જોવા મળી રહ્યો છે.

રૂડા વીર સાવરકર આવાસ યોજનાના 1020 ફ્લેટધારકોમાંથી હાલ ત્યાં 400થી વધુ પરિવારો રહે છે. અમુક ફ્લેટધારકોને નિમય વિરુધ્ધ ફ્લેટ ભાડે પણ અાપી દીધા છે. આ અંગે રૂડામાં રજૂઆત કરવા છતાં ફ્લેટ ખાલી કરવાની કામગીરી કરવામાં આવતી નથી. રૂડાના ફ્લેટધારકોએ પ્રાથમિક સુવિધાના મુદ્દે અગાઉ મુખ્યમંત્રી, રાજકોટ જિલ્લા કલેક્ટર, નર્મદા નિગમ, રાજકોટ પાણી પુરવઠા બોર્ડ, મ્યુનિ. કોર્પોરેશનને અનેકવાર લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી પ્રશ્ન હલ થયો નથી.