• Gujarati News
  • સાસુએ કહ્યું મરી જા, છોકરાવને લેતી જજે ને, પુત્રવધૂએ બે સંતાન સાથે ચેકડેમમાં ઝંપલાવ્યું

સાસુએ કહ્યું મરી જા, છોકરાવને લેતી જજે ને, પુત્રવધૂએ બે સંતાન સાથે ચેકડેમમાં ઝંપલાવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ રવિવારે સાંજે સાસુ સાથે ઝઘડો થયા બાદ પરિણતાએ બે સંતાન સાથે ચેકડેમમાં પડતું મૂક્યુ હતંુ

{ મોટી પુત્રી ભાગી જતાં જીવ બચી ગયો

{ સાસરિયા સામે આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો નોંધાશે

ક્રાઇમરિપોર્ટર . રાજકોટ

મેટોડાજીઆઇડીસીમાં રહેેતી આશાબેન ભાવેશભાઇ ગોંડલિયા (ઉ.વ.30) રવિવારે સાંજે માસૂમ પુત્ર,પુત્રી સાથે ચેકડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. ડરી ગયેલી 6 વર્ષની મોટી પુત્રી સ્વાતિ ત્યાંથી ભાગી જતાં તેનો જીવ બચી ગયો હતો. ગુરુવારે સવારે ચેકડેમમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. સાસુ દ્વારા અવારનવાર તું મરી જા,છોકરાવને પણ લેતી જજે.. તેવા મેણાંટોણાં મારવામાં આવતા હોવાથી લાગી આવતા તેણીએ આવું પગલું ભરી લીધાનો મૃતકના પિયરપક્ષના સભ્યોએ આક્ષેપ કર્યો હતો.

કરૂણાંતિકાની પ્રાપ્ત વિગત મુજબ, રવિવારે સાંજે આશાબેનને સાસુ સાથે ઉગ્ર ઝઘડો થતાં તે ત્રણેય સંતાન સ્વાતિ (ઉ.વ.6), અમાન્યા (ઉ.વ.4) અને નિહાલ (ઉ.વ.2)ને લઇને ઘરેથી નીકળી ગયા હતા. મોડે સુધી પરત નહીં આવતા પતિ,સાસરિયાએ તેની શોધખોળ શરૂ કરી હતી તેમજ આશાબેનના પિયરમાં પણ જાણ કરી હતી. દરમિયાન મોટી પુત્રી સ્વાતિએ ઘરે આવીને તેની મમ્મી ભાઇ-બહેન સાથે નદીમાં પડી ગયાની જાણ કરતા પરિવારજનો સ્વાતિને લઇને નદીએ ગયા હતા પરંતુ સફળતા મળી હતી.

દરમિયાન સોમવારે સવારે વાગુદળ નદીના ચેકડેમમાંથી આશાબેન અને તેના બન્ને સંતાનના મૃતદેહ મળી આવતા લોધિકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અહીંની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.મૃતકના કાકા રસિકભાઇ ચૌહાણે ફોજદાર બી.કે.ચાવડા, અશોકભાઇ ખૂંટને જણાવ્યું હતું કે, ગોંડલ રહેતા અને અેસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા તેમના ભાઇ ગોરધનભાઇ ચૌહાણની પુત્રી આશાના લગ્ન 2007માં મૂળ મુંબઇના હાલ મેટોડા જીઆઇડીસીમાં રહેતા ભાવેશ જયંતીભાઇ ગોંડલિયા સાથે થયા હતા.

ભાવેશ મેટોડામાં ક્ષૌરકર્મની દુકાન ધરાવે છે. તેની ભત્રીજી આશાને પતિ ભાવેશ અને સાસુ હંસાબેન જયંતિલાલ ગોંડલિયા અનહદ ત્રાસ આપતા હતા. બે દિવસ પહેલાં પણ આશાએ માવતરમાં ફોન કરીને સાસરિયાએ મારમાર્યાની ફરિયાદ કરી હતી. રસિકભાઇએ આક્ષેપ કર્યો હતો કે ભત્રીજી આશાને તેના સાસુ વારંવાર તું મરી જા, છોકરાવને પણ લેતી જજે..તેમ કહીને મેણાંટોણાં મારતા હતા, જમાઇ ભાવેશને અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાથી તે પણ પત્ની આશાને તું કાળી છો,ગમતી નથી તેમ કહીને ત્રાસ આપતો હોવાથી પતિ,સાસરિયાના કાયમી ત્રાસથી છૂટકારો મેળવવા ભત્રીજીએ આવું અંતિમ પગલું ભરી લીધું હતું.

ત્રણેય મૃતદેહને અંતિમવિધિ માટે મેટોડા લઇ જવાયા હતા. અંતિમવિધિ બાદ મૃતકના સાસરિયા સામે પુત્રવધૂને મરવા માટે મજબૂર કરવા અંગેની ફરિયાદ નોંધાવાશે. બનાવથી લોધિકાપંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર જાગી છે. જયારે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં સોમવારે માતાએ પુત્ર અને પુત્રી સાથે ચેકડેમમાં ઝંપલાવ્યું હતું. પરિણીતાએ ત્રાસથી કંટાળી પગલું ભર્યાની રજૂઆત કરાઈ હતી.

આશાબેનના ભાઇકમલેશભાઇએ જણાવ્યું હતું કે, બહેનને સાસરિયામાં છેલ્લા માસથી ખૂબ ત્રાસ હોવાથી બહેન 4 વખત રિસામણે આવી હતી. છેલ્લે 10 દિવસ પહેલાં સાસરિયાં સમાધાન કરીને આશાને લઇ ગયા હતા. દરમિયાન સોમવારે આશાબેને બે સંતાન સાથે અંતિમ પગલું ભય્ું હતું.

ચાર વખત રિસામણે ગયેલી આશાબેનને 10 દી પૂર્વે સમાધાન કરીને લઇ ગયા હતા

મમ્મીએ પહેલાં અવનીને,પછી ભાઇને નદીમાં ફેંકી પોતે પણ કૂદી ગઇ : પુત્રી સ્વાતિ

રવિવારેસાંજેમમ્મી અને દાદી વચ્ચે ઝઘડો થયો હતો. દાદીએ મમ્મીને કહ્યું હતું હવે મોઢું દેખાડતી નહીં, મરી જા, ઝઘડાના કારણે નાના ભાઇબહેન રોવા લાગતા મમ્મી અમને ત્રણેયને લઇને નીચે આવી ગઇ. મમ્મી અમને રમવા લઇ જઉં તેમ કહી નદી તરફ લઇ ગઇ,રસ્તામાં મને કહ્યું કે હવે હું નદીમાં પડી જઇશ તેમ કહેતા હું ડરી ગઇ. નદી પાસે પહોંચતા મમ્મીએ પહેલાં અવનીને ઉપાડીને પાણીમાં ફેંકી, પછી નેહલને ફેંક્યો, દ્રશ્ય જોઇને હું ખૂબ ડરી ગઇ,મને બોલાવે પહેલાં હું ત્યાંથી ભાગી ગઈ અને મમ્મીએ નદીમાં કૂદકો મારી દીધો હતો. હું દોડીને ઘરે પહોંચી હતી અને કાકી જયશ્રીબેનને મમ્મીએ ભાઇ અને બહેનને નદીમાં નાખી દીધા બાદ મમ્મી પણ નદીમાં કૂદી પડ્યાની ગયાની જાણ કરી,પછી બધા નદી તરફ ગયા હતા. દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતના આધારે

કરુણાંતિકા|મેટોડા જીઅાઇડીસીમાં રહેતા પરિવારનો માળો ગૃહકલેશના કારણે પિંખાઇ ગયો