તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોની બજારમાં MCXનો સટ્ટો રમાડતો બ્રોકર પકડાયો

સોની બજારમાં MCXનો સટ્ટો રમાડતો બ્રોકર પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| શહેરમાંઅનેક વિસ્તારમાં શેરબજાર અને સોના,ચાંદીના ( MCX) ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગનો કારોબાર બેરોકટોક ધમધમી રહ્યો છે. સોનીબજારમાં જૂની ગધીવાડ, મુરલીધર કોમ્પ્લેક્સમાં એન્જલ બ્રોકિંગ નામથી કાયદેસર આઇ.ડી. ધરાવતો નિકુંજ ભૂપતભાઇ રાણપરા (રહે, પ્રહલાદ પ્લોટ)કાયદેસર ટ્રેડિંગની આડમાં ગેરકાયદે ડબા ટ્રેડિંગ પણ ચલાવતો હોવાની ક્રાઇમબ્રાંચના અમિનભાઇ અને જયદીપસિંહ જાડેજાને બાતમી મળી હતી. બાતમીના આધારે પીએસઆઇ બી.ટી.ગોહિલે સ્ટાફને સાથે રાખીને શુક્રવારે ઉપરોક્ત ઓફિસમાં દરોડો પાડ્યો હતો. તપાસ કરતા ફોન ઉપર સોના,ચાંદીના સટ્ટાની ડબા ટ્રેડિંગમાં સોદા લઇ રહ્યાના પુરાવા મળી આવતા પોલીસે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ એક્ટના ગુનામાં નિકુંજની ધરપકડ કરી એક કમ્પ્યુટર, બે મોબાઇલ, ડોંગલ, રૂ. 6,100 રોકડા મળી કુલ રૂ. 38,600નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ ચાલુ રાખી છે.

અન્ય સમાચારો પણ છે...