તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળ, સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

રાજકોટજિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક તાજેતરમાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. બેઠકમાં ગોંડલ તાલુકાના ગુંદાળા અને નવાગામ, જસદણ તાલુકાના કોઠી, રાજકોટ તાલુકાના ઉમરાળી, મેસવડા, બારવણ અને ડુંગરપુર તથા જામકંડોરણા તાલુકાના જૂના માત્રાવડ ગામની કુલ 2.07 કરોડ રૂપિયાની રકમની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. તમામ યોજનાઓને તાંત્રિક મંજૂરી અગાઉથી આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ગામોમાં પીવાના પાણીની સમસ્યા ભુતકાળ બની જશે. અત્રે નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી નર્મદા નીર રાજકોટ સહિતના શહેરો અને ગામોમાં આપવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ગેાંડલ, જસદણ, રાજકોટ અને જામકંડોરણા તાલુકાના ગામોમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓને મંજુરી મળી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...