તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મરવા માટે પુલ પરથી પડતું મુકનાર યુવકના બન્ને પગ ભાંગી ગયા

મરવા માટે પુલ પરથી પડતું મુકનાર યુવકના બન્ને પગ ભાંગી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્થિકઅને પારિવારિક સમસ્યાથી ત્રસ્ત યુવકે આપઘાત કરી લેવાનો નિર્ણય કરીને કેસર હિન્દ પુલ પરથી પડતું મુક્યું હતું પરંતુ માગ્યું મોત પણ નથી મળતુ ઉક્તિ મુજબ, યુવકનો જીવ બચી ગયો હતો જોકે, ઊંચાઇ પરથી પટકાવાના કારણે તેના બન્ને પગ ભાંગી જતાં વધુ એક પીડાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો છે.

પ્રાપ્ત વિગત મુજબ શુક્રવારે સવારે એક યુવક કેસર હિન્દ પુલ પરથી કૂદી ગયાની જાણ થતાં ઇમરજન્સી 108નો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. પછડાટથી બન્ને પગમાં થયેલી ગંભીર ઇજાની સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઇજાગ્રસ્ત યુવકે પોલીસ પૂછપરછમાં પોતાનું નામ મનોજ રામજીભાઇ ડાંગર (ઉ.વ.35) હોવાનું અને આપઘાત કરવાના ઇરાદે પુલ પરથી પડતું મુક્યાની કેફિયત આપી હતી. આપઘાતનો નિર્ણય શા માટે કર્યો તે અંગે પોલીસે કરેલા પ્રશ્નના ઉત્તરમાં યુવકે નિ:સાસો નાખતા વર્ણવેલી કથની મુજબ, પોતે પરિણીત છે અને સંતાનમાં એક પુત્ર, એક પુત્રી છે. પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા છે. પરિવારના નિર્વાહ માટે ભંગારનો ધંધો કરતો હતો પરંતુ ધંધામાં મંદી છે, બીજી તરફ કોઇ તેને રેંકડી પણ ભાડે આપવા તૈયાર હોવાથી દરેક પ્રકારની સમસ્યાથી ઘેરાઇ જતાં મરી જવાનો નિર્ણય કરીને સવારે પુલ પરથી પડતું મુક્યું હતું. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આપઘાત કરવા યુવક કેસર હિન્દ પુલ પરથી કૂદી ગયો

અન્ય સમાચારો પણ છે...