તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બીમારીથી ત્રસ્ત આધેડનો ફાંસો ખાઇ આપઘાત

બીમારીથી ત્રસ્ત આધેડનો ફાંસો ખાઇ આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંઅપમૃત્યુના બે બનાવ નોંધાયા છે. જામનગર રોડ પર એકતા સોસાયટીમાં રહેતા અનિલભાઇ પ્રવીણભાઇ મછોયા (ઉ.વ.45) ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

મોબાઇલ રિપેરિંગ કરીને ગુજરાન ચલાવતા અનિલભાઇએ માનસિક બીમારીથી કંટાળીને આવું પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે, મૃતકને સંતાનમાં બે પુત્ર છે. જ્યારે મવડી વિસ્તારમાં સમૃધ્ધિ પાર્કમાં રહેતા અને કારખાનામાં કામ કરતા ભાવેશ ઠાકરશીભાઇ શિંગાળા (ઉ.વ.35) ગત શુક્રવારે ઝેરી દવા પી લેતા તેને અહિંની ખાનગી હોસ્પિટલ બાદ ગોંડલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન ભાવેશભાઇનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર, એક પુત્રી છે. નોટબંધી પછી આર્થિક ભીંસ વધી જતાં આવું પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...