તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થયો મોહભંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરનાથનીયાત્રાએ ગયેલા ગુજરાતી યાત્રાળુની બસ ઉપર સોમવારે હુમલો થયો. પરિણામે અમરનાથ યાત્રાના ઘણા બુકિંગ રદ થયા. ટૂર ઓપરેટરે પણ ટૂર કેન્સલ કરી એટલું નહીં દિવાળીના વેકેશનમાં પણ કાશ્મીર જવા માટે હાલ પૂરતું એક પણ બુકિંગ રાજકોટમાં થયું નથી. જીવના જોખમે હવે લોકો અમરનાથ કે કાશ્મીર જવા માટે તૈયાર થતા નથી.

સાત-આઠમ, દિવાળી અને ઉનાળુ વેકેશનમાં ફરવા જવા માટે કાશ્મીર લોકોમાં માનીતું સ્થળ છે. સામાન્ય રીતે કાશ્મીર જવા માટે એડવાન્સ બુકિંગ થઇ જતું હોય છે,પણ વખતના દિવાળીના વેકેશનમાં કાશ્મીર જવા માટે કોઇએ હજુ સુધી બુકિંગ કર્યું નથી. જેની અસર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વ્યવસાય ઉપર જોવા મળી રહી છે. જો કે, રાજકોટની વાત કરીએ તો બહુ જુજ એજન્ટો કાશ્મીરની ટૂર ગોઠવે છે.બાકી મોટે ભાગે છેલ્લા 2 વર્ષથી રાજકોટથી કાશ્મીરની ટૂર માત્ર ગણતરીની સંખ્યામાં ગઇ છે. ટૂર ઓપરેટરના જણાવ્યાનુસાર કાશ્મીર- અમરનાથ જતાં યાત્રિકોમાં હુમલાનો ભય તો સતત રહેતો હોય છે.

રાજકોટથી કાશ્મીર જવા માટે ઇન્કવાયરી પણ નહીં

અન્ય સમાચારો પણ છે...