તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જેઇઇના સોલ્વડ પેપર હવે ચેનલ પર અપલોડ કરાશે

જેઇઇના સોલ્વડ પેપર હવે ચેનલ પર અપલોડ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

ઇન્ડિયનઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી)માં એડમિશનના સપના જોતા વિદ્યાર્થીઓ કે જેને કોચિંગ કલાસની મોંઘી ફી પરવડતી નથી તેઓ હવે ટી.વી. ગાઇડની મદદથી વર્ચ્યુલ માર્ગદર્શનની મદદથી તૈયારી કરી શકશે. આઇઆઇટીના પ્રાધ્યાપકો કેન્દ્રીય વિદ્યાલયની સાથે મળીને આઇઆઇટીની તૈયારીના લેક્ચર રેકર્ડ કરશે જેથી ધો.11 અને 12ના વિદ્યાર્થીઓના કોન્સેપ્ટ ક્લિયર થઇ શકે. આનાથી તેમને જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવામાં મદદ મળશે. લેકચર સિરિઝને ‘આઇઆઇટી પૈલ’ નામ દેવામાં આવ્યું છે.

આઇઆઇટીટીચર્સ દેશે સોલ્યુશન

આઇઆઇટીદિલ્હી પાછલા વર્ષોના પ્રશ્નપત્રો એક્સપર્ટ અને દિલ્હી આઇઆઇટીના ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓની મદદથી સોલ્વ કરશે. સોલ્વ કરેલી આન્સર સીટ અને તેને સોલ્વ કરવાની ટેક્નિકના વીડિયોને ચેનલ પર અપલોડ કરવામાં આ‌વશે. આઇઆઇટી પૈલ ડીટીએચ ચેનલ પર ઉપલબ્ધ છે. ચેનલ ખાસ કરીને વિદ્યાર્થીઓને મદદરૂપ થશે કે જેઓ મોંઘી ફી સાથે બીજા સ્ટડી મટિરિયલ્સ એફોર્ડ કરી શકતા નથી. આનાથી આઇઆઇટીમાં એડમિશન લેવા માગતા વિદ્યાર્થીને પ્રોત્સાહન મળશે અન તે વધુ સારી રીતે તૈયારી કરી શકશે. ચેનલ પર મેથેમેટિકસ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી જેવા વિષયો સાથે જોડાયેલા કલાસરૂમ લેક્ચર હશે. જેને નેશનલ ટેલિવિઝન ચેનલ પર એચઆરડી મિનિસ્ટ્રીની મદદથી ટેલિકાસ્ટ કરવામાં આ‌વશે. રાજકોટમાં જેઇઇની એક્ઝામની તૈયારી કરાવતા એકસપર્ટ નિલેશ ટીટિયાએ જણાવ્યું હતું કે આઇઆઇટી ચેનલ પર કેટલાય પ્રશ્નોને સોલ્વ કરતા વીડિયો અપલોડ કરશે. જેમાં સવાલ હલ કરવાની લર્નિંગ ટ્રિક પણ હશે. સવાલ પૂછવાના ઓપ્શન પણ આપવામાં આવશે. હાલમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આઇઆઇટી પૈલની ઘોષણા નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં કરી હતી.

ગત વર્ષે ચેનલ અને એપ શરૂ થ‌વાની હતી

ચેનલઅને એપ ગત વર્ષે ઓગસ્ટમાં શરૂ થવાની હતી પરંતુ સુવિધાના અભાવે સ્ટડી વીડિયો અપલોડ કરી શકાયા હતા.

IIT દિલ્હીના પ્રોફેસર અને સ્ટુડન્ટ પાછલા વર્ષોના પેપર સોલ્વ કરી ‘આઇઆઇટી પૈલ’ પર મુકશે

અન્ય સમાચારો પણ છે...