તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ફી નિર્ધારણ કમિટી દ્વારા વધુ 9 સ્કૂલનું હિયરિંગ: ચારમાં મુદ્દત પડી

ફી નિર્ધારણ કમિટી દ્વારા વધુ 9 સ્કૂલનું હિયરિંગ: ચારમાં મુદ્દત પડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

રાજ્યસરકારની ફી નિર્ધારણ કમિટી રાજકોટ ઝોન દ્વારા શુક્રવારે વધુ 9 ખાનગી સ્કૂલોનું હિયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં ચાર સ્કૂલોના ફોર્મ અધૂરા હોય અને જરૂરી દસ્તાવેજો જોડેલા હોય તેમને જરૂરી પૂર્તતા માટે મુદ્દત આપવામાં આવી છે. કુલ 81 સ્કૂલોનું હિયરિંગ સાથે પૂરું થયું છે.

ફી નિર્ધારણ કમિટી રાજકોટ ઝોનના અધ્યક્ષ એમ.પી.શેઠે માહિતી આપતા જણાવ્યું હતું કે શુક્રવારે 9 સ્કૂલોનું હિયરિંગ કરાયું હતું જેમાં જામનગરની પ્રણામી સ્કૂલ, ગોંડલની અક્ષર પુરુષોતમ સ્વામિનારાયણ હાયર સેકન્ડરી સ્કૂલ અને અક્ષર પુરુષોતમ સ્વામિનારાયણ સેકન્ડરી સ્કૂલ તથા માંગરોળની શારદાગ્રામ સ્કૂલમાં ડોક્યુમેન્ટ અધૂરા હોય તેમને આગામી 17, 18 અને 21ની મુદ્દત પાડવામાં આવી છે. જ્યારે વઢવાણની વન વર્લ્ડ માધ્યમિક સ્કૂલ, વન વર્લ્ડ અંગ્રેજી માધ્યમની સ્કૂલ, વન વર્લ્ડ ગુજરાતી માધ્યમની સ્કૂલ, ઉપલેટાની ડેનિસ સાયન્સ સ્કૂલ અને જેતપુરની વિવેકાનંદ સ્કૂલના હિયરિંગ પૂરા થઇ ગયા છે.

રાજકોટ ઝોનની કુલ 81 સ્કૂલોનું હિયરિંગ પૂરું થયું

અન્ય સમાચારો પણ છે...