તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોરબી, ચોટિલા, ધ્રાંગધ્રા અને ગોંડલ એસટી બસ સ્ટેન્ડની કાયાપલટ થશે

મોરબી, ચોટિલા, ધ્રાંગધ્રા અને ગોંડલ એસટી બસ સ્ટેન્ડની કાયાપલટ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટડિવિઝન હેઠળ આવતા ચાર એસટી ડેપોને આગામી દિવસોમાં 11 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક બનાવવામાં આવશે. માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને જુદી જુદી ચાર એજન્સીઓને કામ પણ આપી દેવાયું છે.

આવતા એક વર્ષમાં રાજકોટ અેસટી ડિવિઝન હેઠળના ચોટિલા,મોરબી, ધ્રાંગ્રધ્રા અને ગોંડલ એસટી બસ સ્ટેન્ડની કાયાપલટ કરવામાં આવશે. જેમાં ચોટીલાના 1.97 કરોડના ખર્ચે નવું બસ સ્ટેન્ડ બનશે. જ્યારે મોરબી જૂના બસ સ્ટેન્ડની જગ્યાએ 1.24 કરોડના ખર્ચે અત્યાધુનિક એસટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. ધ્રાંગધ્રા ખાતે પણ 3.09 કરોડના ખર્ચે નવું બસ સ્ટેન્ડ બનાવાશે. જ્યારે ગોંડલમાં સૌથી વધુ 4.60 કરોડના ખર્ચે અત્યાધુનિક એસટી બસ સ્ટેન્ડ બનશે. ઉપરોકત ચારેય બસ સ્ટેન્ડ પૈકી ચોટિલા એસટી બસ સ્ટેન્ડની કામગીરી 25 ટકા, મોરબીની 18 ટકા, ધ્રાંગધ્રાની 3 ટકા અને ગોંડલ એસટી બસ સ્ટેન્ડની 2 ટકા કામગીરી થઇ છે.રાજકોટ એસટીના વિભાગીય નિયામક દિનેશ જેઠવા જણાવે છે કે, રાજ્યના મોટાભાગના જૂના બસ સ્ટેન્ડની જગ્યાએ હવે તબક્કાવાર નવા બસ સ્ટેન્ડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત આવતા એક વર્ષમાં 10.90 કરોડના ખર્ચે રાજકોટ ડિવિઝન હેઠળ આવતા ચોટિલા, મોરબી, ધ્રાંગધ્રા અને ગોંડલના અેસટી બસ ડેપોને નવિનીકરણ કરાશે.

11 કરોડનો ખર્ચ થશે, ટેન્ડર પ્રસિદ્ધ કરી એજન્સીને કામ સોંપી દેવાયું

અન્ય સમાચારો પણ છે...