તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અષાઢમહિનાના 19 દિવસ સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ રાજકોટ

અષાઢમહિનાના 19 દિવસ સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અષાઢમહિનાના 19 દિવસ સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ રાજકોટ શહેર પર 20માં દિવસે શુક્રવારે અમીકૃપા કરી હતી. બપોરે 3 થી રાત્રિના 9 વાગ્યા સુધીમાં અનરાધાર 4 ઇંચ વરસાદ વરસાવીને રાજકોટ શહેરને તરબોળ કરી દીધું હતું. રાજકોટમાં 29 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોના દિવસે વરસાદ પડ્યા બાદ 15 દિવસ (છૂટાછવાયા ઝાપટાને બાદ કરતા) કોરા રહ્યા હતા. વરસાદ માટે અતિ કિંમતી એવા અષાઢ મહિનાના દિવસો વીતી રહ્યા હતા. માત્ર 10 દિવસ અષાઢને બાકી હતા ત્યારે મેઘરાજા અંતે રાજકોટ શહેર પર મહેરબાન થયા હતા. શહેરના ત્રણેય ઝોનમાં પોણા ચારથી ચાર ઇંચ વરસાદ વરસાવી દીધો હતો. શુક્રવારે બપોરે ત્રણ કલાકે ધોધમાર વરસાદ શરૂ થયો તે પહેલાં સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. પરંતુ બપોરે 2 વાગ્યા સુધી માત્ર ઝાપટાં વરસ્યા હતા. જો કે ત્રણ વાગ્યા બાદ મેઘરાજાએ અસ્સલરૂપ બતાવ્યું અને પવનની સામાન્યથી વધુ ઝડપ સાથે વરસાદ વરસાવ્યો હતો. રાત્રિના 7:30 કલાક સુધીમાં 3 અને 9 વાગ્યા સુધીમાં 4 ઇંચ પાણી વરસાવી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...