• Gujarati News
  • National
  • BEd ની 55 કોલેજમાં 1955 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

BEd ની 55 કોલેજમાં 1955 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓને 22 જૂન સુધીમાં ફી ભરવાની મુદત, 23મીએ બીજો રાઉન્ડ

એજ્યુકેશન રિપોર્ટર. રાજકોટ

સૌરાષ્ટ્રયુનિવર્સિટી સંલગ્ન બી.એડ. કોલેજોમાં એડમિશન માટે શનિવારે બી.એડ.પ્રવેશ સમિતિનો પ્રથમ રાઉન્ડ યોજાયો હતો. જેમાં 55 કોલેજોમાં કુલ 1955 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે, જ્યારે બીજો રાઉન્ડ 23 જૂનના રોજ યોજાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી.એડ. કોલેજોમાં કુલ 3492 બેઠકો છે. જેમાં પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ, જામનગર, અમરેલી જિલ્લા તાલીમ ભવન અને જામનગરની જયનંદા કોલેજમાં બી.એડ.નો અભ્યાસક્રમ શરૂ કરવા મંજૂરી નહીં મળતા વર્ષે અભ્યાસક્રમ શરૂ કરવામાં આવનાર નથી, જ્યારે મોરબીની એપેક્ષ કોલેજની એપ્લિકેશન હજુ સુધી મળી નથી.

બી.એડ.માં બે વર્ષનો અભ્યાસક્રમ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કુલ 4588 અરજીઓ મળી છે અને તેના સેન્ટ્રલાઇઝ્ડ પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી શનિવારથી શરૂ કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડમાં 3492 બેઠકોમાંથી 1955 બેઠકો ભરાઇ ગઇ છે અને તેમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓને 22 જૂન સુધીમાં તેમની ફી ભરવા માટેની મુદત આપવામાં આવી છે. મુદત પૂરી થતાં 23 જૂને બી.એડ.માં પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવશે. પીટીસીનો ક્રેઝ ઓછો થતા અને મોટાભાગની કોલેજો બંધ થતા બી.એડ.માં વર્ષે તમામ બેઠકો ભરાઇ જાય તેવાં એંધાણ મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...