• Gujarati News
  • National
  • રાજકોટમાં ભાવનગરના 15 ચિત્રકારોનું પ્રદર્શન

રાજકોટમાં ભાવનગરના 15 ચિત્રકારોનું પ્રદર્શન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવેણાવિઝ્યુઅલ આર્ટિસ્ટ ગ્રૂપના 15 ચિત્રકારોના શ્રેષ્ઠ ચિત્રોના પ્રદર્શનનો શનિવાર 18 જૂનના રોજ રાજકોટની રેસકોર્સ સ્થિત ડો. શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે પ્રારંભ થયો હતો. પ્રદર્શન 20ને રવિવાર સુધી નિહાળી શકાશે.

પ્રદર્શનમાં ભાવનગરના ખ્યાતનામ ચિત્રકારો અશોક કાલાણી, અક્ષય ધાંધલ્યા, બિપીન દવે, દિલીપ રાઠોડ, ધરતી રેલિયા, હિતેષ વાઢેર, જાનકી માણિયા, જવનિકા મેર, ખ્યાતિ ભટ્ટ, માહિત પરમાર, પિનાકિન મકોડિયા, રસિક વાઘેલા, શૈલેષ ડાભી, તૃપ્તિ મોડાસિયા, તરુણ કોઠારીના ચિત્રો નિહાળવાની તક મળશે. ચિત્રકારો દ્વારા બપોરે 3:30 કલાકે લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ યોજાશે. પ્રદર્શન સવારે 9:30 થી 12:30 અને સાંજે 4 થી 9 સુધી નિહાળી શકાશે. પૂર્વે શનિવારે સવારે 10 વાગ્યે િદગ્ગજ ચિત્રકારો બળવંતભાઇ જોષી, પ્રતાપસિંહ જાડેજા, ભૂપતભાઇ લાડવા, સુરેશભાઇ રાવલ તથા ફતેસિંહ વાળાની ઉપસ્થિતિમાં ચિત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયુું હતું. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં કલારસિકો ઊમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...