• Gujarati News
  • National
  • એકલવાયા જીવનથી કંટાળી યુવાનનો આપઘાત

એકલવાયા જીવનથી કંટાળી યુવાનનો આપઘાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોરાળાવિસ્તારમાં રામાપીર મંદિર પાસે રહેતા ભાવેશ વાલજીભાઈ સોલંકી (ઉ.વ.35)એ ગુરુવારે રાત્રિના પોતાના ઘરે ફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, ચાર ભાઈ અને બે બહેનમાં નાનો ભાવેશ મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો તેના પત્નીએ ત્રણ વર્ષ પહેલાં અગ્નિસ્નાન કરી લીધું હતું. એકલવાયા જીવનથી કંટાળી યુવાને પગલું ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...