• Gujarati News
  • National
  • સોમવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંિદરે સંતવાણી

સોમવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંિદરે સંતવાણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાગોંડલ રોડ ફાટક પાસે વૈદવાડીમાં આવેલા ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંિદરે તા.20ના સોમવારે પૂનમ નિમિત્તે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવશે. પૂનમની રાત્રે ધ્યાન તથા કિર્તનનું અનેરું મહત્ત્વ છે. આશ્રમ ખાતે દર પૂનમે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. રાત્રે 10 વાગ્યે યોજાનારા કાર્યક્રમમાં બકુલભાઈ ટીલાવત,ગૌરાંગભાઈ, ગંગદાસભાઈ ભંડેરી, સ્વામી બોધી ઈદમ, દેવજીભાઈ ચુડાસમા વિગેરે કલાકારો અને સાજિંદાઓ સંતવાણી પીરસશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌ ભા‌વિકોને આશ્રમના સંચાલક સ્વામી સત્યપ્રકાશે આમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...