• Gujarati News
  • મહિલા સંચાલિત કલબ પર દરોડો

મહિલા સંચાલિત કલબ પર દરોડો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંકશનવિસ્તારમાં ગેબનશાપીરની દરગાહ નજીક વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર-202માં મહિલા સંચાલિત ક્લબ શરૂ થયાની કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણને મળેલી બાતમીના આધારે પોલીસે સોમવારે સાંજે દરોડો પાડીને ફ્લેટમાં જુગાર રમી રહેલા ફ્લેટધારક અલ્પાબેન જયદીપભાઇ મિયાત્રા, મંજુબેન મનુભાઇ ગુજરાતી, હંસાબેન ગીરીશભાઇ ભટ્ટ, ગાયત્રીબેન રાજેશભાઇ વ્યાસ, મીનાબેન ચેતનભાઇ સાંગાણીઅને ભારતીબેન નવલસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. જુગારના પટમાંથી અલગ અલગ કલરના ટોકન (કલબમાં પૈસાના બદલે જુદા-જુદા દરના ટોકન અપાય છે તે) અને રૂ. 31,500 રોકડા કબજે કર્યા હતા.