• Gujarati News
  • National
  • પ્રૌઢનું ઢીમ ઢાળી દેનાર બૂટલેગર અને એસઆરપીમેનનો પુત્ર જબ્બે

પ્રૌઢનું ઢીમ ઢાળી દેનાર બૂટલેગર અને એસઆરપીમેનનો પુત્ર જબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાજામનગર રોડ પર ચાર દિવસ પૂર્વે ગાંધીગ્રામના પ્રૌઢને ભડાકે દઇ મોતને ઘાટ ઉતારનાર સૂત્રધાર ઘંટેશ્વરના સતિષ અને એસઆરપીમેનના પુત્ર સહિત બે શખ્સોને પોલીસે સુરતની હોટેલમાંથી દબોચી લીધા હતા. હત્યામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર કબજે કરવા અને અન્ય આરોપીની ભાળ મેળવવા પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.

ગાંધીગ્રામના જીવંતિકાનગરમાં રહેતા સુરેશભાઇ હીરાલાલ નથવાણીને ગત તા.12ના સાંજે જામનગર રોડ પર શેઠનગર પાસે ચાર ગોળી ધરબી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. મૃતકના પત્ની જ્યોત્સનાબેને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઘંટેશ્વરના સતિષ આહીર અને પિન્ટુ દરબારના નામ આપ્યા હતા. આરોપીઓ મકાન પચાવી પાડવાના હેતુથી અઢી વર્ષથી પાછળ પડ્યા હોવાનું ફરિયાદમાં દર્શાવ્યું હતું.

જોઇન્ટ પોલીસ કમિશનર ભટ્ટે જણાવ્યું હતું કે સુરેશભાઇ નથવાણી જે મકાનમાં રહેતા હતા મકાનનો ત્રણ વર્ષ પૂર્વે સતિષ બાલાસરા અને પિન્ટુ દરબારે રૂ.26.75 લાખમાં સોદો કર્યો હતો અને સુથી પેટે રૂ.2 લાખ ચૂકવ્યા હતા. ત્રણ વર્ષ જેટલો સમય વીતી જવા છતા સુરેશભાઇ મકાનનો દસ્તાવેજ કરી આપતા હોવાથી ગત તા.12ના આરોપીઓએ સુરેશભાઇને માધાપર ચોકડી પાસે બોલાવ્યા હતા. મુલાકાત વખતે સુરેશભાઇએ પોતે લીધેલા રૂ.2 લાખ ઉપરાંત 1 લાખ પરત આપી સોદો રદ કરવાની વાત કહી હતી જ્યારે સતિષ અને પિન્ટુ દરબારે નક્કી થયેલી રકમ કરતા વધુ 1 લાખ ચૂકવવાની તૈયારી બતાવી હતી અને દસ્તાવેજ કરી દેવાનું કહ્યું હતું. મુદ્દે બંને પક્ષે બોલાચાલી થઇ હતી અને સુરેશભાઇ ત્યાંથી નીકળીને શેઠનગર પાસે પહોંચ્યા હતા ત્યારે આરોપીઓએ પાછળ જઇ ફાયરિંગ કરી હત્યા કરી હતી.

પોલીસે આરોપીની સરભરા કરી હતી.

હોટેલમાં પોલીસને જોતા સતિષનું પેન્ટ બગડી ગયું

બૂટલેગરસતિષ બાલાસરા અગાઉ પાસાની યાત્રા કરી ચુક્યો છે, સતિષ અને તેની ગેંગે હત્યા કર્યા બાદ પોલીસથી બચવા માટે નાસતા-ફરતા હતા. સુરતની હોટેલ સ્વાગત ઇનમાં સતિષ અને અક્ષય છુપાયા હતા. ગુરુવારે રાત્રે પોલીસ હોટેલના રૂમમાં ઘૂસી સાથે સતિષ બાલાસરાની હાલત કફોડી બની ગઇ હતી, તેણે શારીરિક કન્ટ્રોલ ગુમાવી દીધો હતો અને પેન્ટમાં લઘુશંકા અને ગુરૂશંકા કરી ગયો હતો.

બન્નેની‘સરભરા’ કરાઈ

સુરેશભાઇસાથે મકાનના મુદ્દે ચાલતી તકરારમાં સતિષ અને તેના સાગરીતો ઘટના પૂર્વેના કેટલાક દિવસોથી ભુરાટા બન્યા હતા. સતિષ તા.10થી પોતાની સાથે પિસ્ટલ લઇને ફરતો હતો. સતિષ અને અક્ષયને શુક્રવારે સાંજે ઘંટેશ્વર વિસ્તારમાં લઇ જવાયા હતા અને ત્યાં પોલીસે બંનેની સરભરા કરી હતી.

આરોપીએ મકાન સોંપવાનું કહી ઝઘડો કરતા મામલો હત્યા સુધી પહોંચ્યો’તો

ફાયરિંગની ઘટનામાં રાજકોટ પોલીસે સુરતની હોટેલમાં દરોડો પાડી દબોચી લીધા

અન્ય સમાચારો પણ છે...