તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 21500 વિદ્યાર્થીએ આપી CCDCની ‘સુકેટ’ની પરીક્ષા

21500 વિદ્યાર્થીએ આપી CCDCની ‘સુકેટ’ની પરીક્ષા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટીના સીસીડીસી દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં લેવાતી SUCEAT (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોમ્પિટિટિવ એક્ઝામ અવેરનેશ ટેસ્ટ)માં વર્ષે સૌરાષ્ટ્રભરની 91 કોલેજો અને 8 ભવનોના 21500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શુક્રવારે 91 કોલેજો અને 8 ભવનોમાં સવારે 11થી 12.30 સુધી પરીક્ષા લેવામાં આવી હતી. કોલેજો અને ભવનના વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા પ્રત્યે જાગૃતિ આવે તે માટે યુપીએસસી અને જીપીએસસી કક્ષાની 100 ગુણની સામાન્ય જ્ઞાનની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ હતી.

સીસીડીસીના કો-ઓર્ડિનેટર ડો.નિકેશ શાહે જણાવ્યું હતું કે પરીક્ષામાં 50થી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અપાશે અને જિલ્લા કક્ષાએ પ્રથમ આવનારા વિદ્યાર્થીને જનરલ નોલેજનું પુસ્તક આપી પ્રોત્સાહિત કરાશે. પરિણામ 15 દિવસમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકી દેવાશે.

કેટલા પરીક્ષાર્થીઓએ આપી પરીક્ષા

જિલ્લાનું કોલેજની વિદ્યાર્થીની નામ સંખ્યા સંખ્યા

અમરેલી9 3859

રાજકોટ 27 8281

જામનગર 8 1191

પોરબંદર 4 918

જૂનાગઢ 27 3113

સુરેન્દ્રનગર 14 2485

મોરબી 4 1269

ભવનો 8 359

યુપીએસસી અને જીપીએસસી કક્ષાની ટેસ્ટ યોજાઈ

91 કોલેજો અને 8 ભવનોના વિદ્યાર્થીઓ જોડાયા

અન્ય સમાચારો પણ છે...