• Gujarati News
  • National
  • 106 સરકારી કોલેજના પ્લાનની વિગત મગાવતું શિક્ષણ વિભાગ

106 સરકારી કોલેજના પ્લાનની વિગત મગાવતું શિક્ષણ વિભાગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

રાજ્યનાઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી જગ્યા ભરવા માટે કોઇ કાર્યવાહી કરાતી નથી પરંતુ માત્ર દેખાડો કરવા માટે વધુ એકવખત 106 સરકારી કોલેજોના આચાર્યોને ગુરુવાર અને શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે બોલાવી તેમના વર્ષ 2016-17 માટેનો પ્લાન, બજેટ અને ખૂટતા ટિચિંગ-નોન ટિચિંગ સ્ટાફની વિગતો માગવામાં આવી હતી. જો કે કાર્યવાહી નર્યું ડીંડક હોવાનું અને સરકારના ટી.એ.ડી.એ.નો ખોટો ધુમાડો હોવાનો મત શિક્ષણવિદ્દોએ વ્યક્ત કર્યો હતો.

ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા રાજ્યની 106 સરકારી કોલેજોના આચાર્યોને તા.15 અને 16 સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે તેડાવવામાં આવ્યા હતા જેમાં 50 કોલેજોના આચાર્યોને ગુરુવારે અને 56 કોલેજના આચાર્યોને શુક્રવારે બોલાવવામાં આવ્યા હતા અને તેમની કોલેજમાં ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફની કેટલી જગ્યાઓ ખાલી છે, કેટલા ફર્નિચરની જરૂરિયાત છે, કેટલો ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફ હાલમાં ફરજ બજાવે છે, કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે અને કેટલા બજેટની જરૂરિયાત છે સહિતની દરખાસ્ત મગાવવામાં આવી હતી.

જો કે, સમગ્ર કાર્યક્રમ એક ફારસરૂપ હોવાનું કહેવાય છે. હાલમાં પણ આર્ટસ, કોમર્સ, સાયન્સ અને લોની સરકારી કોલેજોમાં અધ્યાપકોની લાયકાત ધરાવતા 500થી વધુ ઉમેદવારો 11 મહિનાના કોન્ટ્રાક્ટથી રૂ.25 હજારના ફિક્સ પેમાં ફરજ બજાવે છે અને તેની ભરતી માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી. આગામી દિવસોમાં ખાલી જગ્યા ભરવામાં આવે અને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવાય તેવી સંભાવના છે.

ખાલી જગ્યા અને સુવિધા અંગે ચર્ચા કરાઇ

નવા શૈક્ષણિક વર્ષનો પ્લાન રજૂ કરતા આચાર્યો

અન્ય સમાચારો પણ છે...