• Gujarati News
  • National
  • મોદીની સભા પહેલાં સૌરાષ્ટ્રમાંથી પાસના 150 કન્વિનરની અટકાયત

મોદીની સભા પહેલાં સૌરાષ્ટ્રમાંથી પાસના 150 કન્વિનરની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદી શુક્રવારથી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન પાટીદારો વિરોધ પ્રદર્શન કરી શકે તે માટે સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. ક્રાઈમ બ્રાન્ચે મોદી અમદાવાદ આવે તે પહેલા રેશ્મા પટેલ સહિત 150થી વધુની અટકાયત કરી લીધી હતી. બીજી તરફ પોલીસે જિજ્ઞેશ મેવાણીની પણ અટકાયત કરી હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લાના 70થી વધુ પાસના કાર્યકરો અને કન્વીનરો પર વોચ ગોઠવી દીધી હોવાનું ટોચના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

થોડા દિવસ અગાઉ સુરત ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં પાટીદારોએ ખુરશીઓ ઉછાળી વિરોધ પ્રદર્શન કરતા સમારોહ ફોક ગયો હતો. ફરી વખત વડાપ્રધાનની કોઈ સભામાં પ્રકારનો વિરોધ પ્રદર્શન કરે તે માટે સુરક્ષા એજન્સીઓ ખાસ તકેદારી લઈ પાટીદાર આંદોલનકારીઓ પર ખાસ નજર રાખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...