તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લાભ નહીં મળતા 27મી જુલાઇના રોજ દેશવ્યાપી હડતાળનું આયોજન

લાભ નહીં મળતા 27મી જુલાઇના રોજ દેશવ્યાપી હડતાળનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારદ્વારા બીએસએનઅેલના અધિકારીઓને પગારપંચનો લાભ નહીં આપતા બીએસએનએલ એમ્પલોઇઝ યુનિયને 13મી જુલાઇના રોજ સવારે 10થી સાંજના 5.30 વાગ્યા સુધી ભૂખ હડતાળ આંદોલન કર્યું હતું. તેમજ 5.30થી એક કલાક સુધી સૂત્રોચ્ચાર કર્યા હતો.

દેશભરમાં સરકારી નોકરી કરતા અધિકારીઓને પગાર પંચનો લાભ દેવામાં આવ્યો છે. ત્યારે બીએસએનએલના કર્મચારીઓને પગારપંચનો લાભ નહીં અપાતા દેશભરમાં બીએસએનએલના અધિકારીઓ આંદોલનના રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલા બીએસએનએલના અલગ અલગ 10થી વધારે યુનિયનો દ્વારા દેશભરમાં સંગઠન બનાવીને પગારપંચનો લાભ મળે તે માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં બીએસએનએલ એમ્પલોઇઝ યુનિયન દ્વારા 13મી જુલાઇના રોજ સવારે 10 થી લઇને સાંજના 5.30 વાગ્યા સુધી ભૂખ હડતાળ આંદોલન કરવામાં આવ્યું હતું તેમજ 5.30થી 6.30 વાગ્યા સુધી પગારપંચના લાભ માટે સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...