તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુજીસી નેટ માટે 24મીએ બહાર પડશે નોટિફિકેશન

યુજીસી નેટ માટે 24મીએ બહાર પડશે નોટિફિકેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની નેશનલ એલીજીબીલિટી ટેસ્ટ(નેટ)નું દેશભરમાં 19મીના બદલે 5 નવેમ્બરે કરાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને તેનું સંશોધિત પ્રિ-નોટિફિકેશન જારી કરી દીધું છે. સીબીએસઇ દ્વારા વર્ષે 99 વિષયોમાં યુજીસી નેટની પરીક્ષા યોજાશે. વર્ષની બીજી નેટની પરીક્ષા 5 નવેમ્બરે દેશભરમાં લેવામાં આવશે. પરીક્ષાનું પૂરું નોટિફિકેશન સીબીએસઇની વેબસાઇટ પર 24મી જુલાઇએ જારી કરાશે.

યુજીસી નેટની ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા 1લી ઓગસ્ટથી શરૂ કરાશે અને 30મી ઓગસ્ટ સુધી પ્રક્રિયા ચાલશે. ફી જમા કરવાની છેલ્લી તારીખ 31મી ઓગસ્ટ રહેશે. કેટલાય ઉમેદવારો ઉતાવળમાં ખોટી વિગતો ફોર્મમા ભરી દે છે ત્યારે તેમના પ્રમાણપત્રમાં કોઇ ભૂલ આવે તે માટે યુજીસી નેટની પરીક્ષામાં પણ ઉમેદવારોને ઓનલાઇન ભૂલ સુધારવાનો મોકો આપવામાં આ‌વશે.

વખતે યુજીસી નેટની પરીક્ષામાં કેટલાય નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં પહેલા આરક્ષિત વર્ગના ઉમેદવારો માટે પાસ થવાનું ધોરણ 15 ટકાનું હતું પરંતુ હવે તે ઘટાડીને 6 ટકાનું કરવામાં આવ્યું છે. સિવાય નિયમમાં સંશોધન કરવાની ઉમ્મીદ છે જેના કારણે આરક્ષિત વર્ગના ઉમેદવારોને ન્યૂનત્તમ કટ્ટ ઓફ લિસ્ટમાં જનરલ કેટેગરીના ઉમેદવારને પણ પસંદગી આપવામાં આવશે.

ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા 1લી ઓગસ્ટથી શરૂ થશે, 5 નવેમ્બરે પરીક્ષા

અન્ય સમાચારો પણ છે...