તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મનપામાં રાજકીય પક્ષોનાં બેનર પ્રશ્ને કોંગ્રેસની ધમાલ, માથાકૂટ

મનપામાં રાજકીય પક્ષોનાં બેનર પ્રશ્ને કોંગ્રેસની ધમાલ, માથાકૂટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

વિધાનસભાનીચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોના આગેવાનો ચૂંટણી ‘મોડ’ પર આવી ગયા છે. શહેરમાં લાંબા સમયથી પોસ્ટર, બોર્ડ યુધ્ધ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. અંતે મનપાની જગ્યારોકાણ શાખાને માર્ગ પરથી પસાર થતા લોકોની ચિંતા થતા બોર્ડ ઉતારવાની કામગીરી શરૂ કરી હતી. બોર્ડ ઉતારવામાં કોંગ્રેસના ધારાસભ્યોના બોર્ડ ઉતારવામાં અાવે છે, તેવા આક્ષેપ સાથે કોંગી આગેવાનોનું ટોળું મનપા કમિશનર સમક્ષ દોડી ગયા હતા. ત્યા કમિશનરનો ઘેરાવ કરી કોંગ્રેસીઓએ ધમાલ શરૂ કરતા વિજિલન્સની ટીમને બોલાવવામાં આવી હતી. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતા કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરી કચેરી બહાર કાઢવામાં આવ્યા હતા.

શહેરના રાજમાર્ગો પર રાહદારીઓ ઉપર ગમે તે ઘડીએ તૂટી પડે તેવી સ્થિતિમાં બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. આમ છતાં મનપાના જગ્યારોકાણની શાખા કોઇ નક્કર પગલાં લેતી નથી. શુક્રવારે રાજકીય પક્ષો સહિતના બેનર અને બોર્ડ ઉતારવાની કામગીરી જગ્યારોકાણ શાખાએ શરૂ કરી હતી. કિસાનપરા ચોકમાં જ્યારે ટીમ પહોંચી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનોનું ટોળું આવી પહોંચ્યું અને બોર્ડ ઉતારવાની કામગીરી અટકાવી હતી. કોંગ્રેસના આગેવાન વશરામભાઇ સાગઠિયા, જશવંતસિંહ ભટ્ટી સહિતના આગેવાનો પ્રશ્ને મ્યુનિ. કમિશનરને રજૂઆત કરવા દોડી ગયા હતા.

કમિશનરને રજૂઆત કરતા કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે, મનપાના કર્મચારીઓ અને અધિકારીઓ ભાજપના કાર્યકર્તાઓ હોય તે પ્રકારનું કામ કરી રહ્યા છે. શહેરમાંથી માત્ર કોંગ્રેસના બોર્ડ ઉતારવામાં આવે છે. રજૂઆત દરમિયાન ગરમાગરમી થતા કમિશનરે વિજિલન્સના સ્ટાફને બોલાવાયો હતો.

પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી અને બાદમાં પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી કચેરી બહાર કાઢ્યા હતા.

તો ભાજપના બેનર્સનો ઢગલો કમિશનરના બંગલે કરીશું, ધારાસભ્યે આપી ચેતવણી

^વડાપ્રધાનતથા મુખ્યમંત્રીના મોટા બેનરો ભાજપે શહેરના માર્ગો પર માર્યા છે, જે વાહન ચાલકોને નડતરરૂપ છે અને જોખમી છે. બેનર ઉતારવાના મદલે મનપાના અધિકારીઓ મતદારોમાં જાગૃતિ આવે તેવા બેનર અમે લગાવ્યા તે ઉતારવામાં આવી રહ્યા છે, તે યોગ્ય નથી. અમારા લોકજાગૃતિના બેનર્સ ઉતારમાં આવશે તો ભાજપના તમામ બેનર્સ અમે ઉતારી કમિશનરના બંગલે ઢગલો કરાશે. > ઇન્દ્રનીલરાજગુરુ, કોંગીધારાસભ્ય

કમિશનરનો ઘેરાવ કરનાર કોંગ્રેસીઓની ટિંગાટોળી

કોંગી કાર્યકરોને રીતે ઉંચકીને દૂર કરવામાં આવ્યા હતા.

કોંગી ધારાસભ્યના બેનર ઉતાર્યા, ભાજપના નહીં : ઉગ્ર રજૂઆત

અન્ય સમાચારો પણ છે...