• Gujarati News
  • National
  • રાજકોટ |અ.સૌ.હંસાગૌરી (ઉ.વ.78)તે ત્રિવેદી દિનેશચંદ્ર પ્રહલાદરાયના પત્ની તેમજ ભાર્ગવ ત્રિવેદીના

રાજકોટ |અ.સૌ.હંસાગૌરી (ઉ.વ.78)તે ત્રિવેદી દિનેશચંદ્ર પ્રહલાદરાયના પત્ની તેમજ ભાર્ગવ ત્રિવેદીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |અ.સૌ.હંસાગૌરી (ઉ.વ.78)તે ત્રિવેદી દિનેશચંદ્ર પ્રહલાદરાયના પત્ની તેમજ ભાર્ગવ ત્રિવેદીના કાકી, પરાગ ઠાકર, અમીત અને ભરત દવેના સાસુનું તા. 27ના અવસાન થયું છે. બેસણું તા. 1ને ગુરુવારે સાંજે 5 થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે રાખેલ છે.

કારડિયા રાજપૂત કાંતાબેન મોહનભાઇ જાદવ (ઉ.વ.70)તે સ્વ.મોહનભાઇ ભીખાભાઇ જાદવના પત્ની, યોગેશભાઇ, મહેશભાઇ, નરેશભાઇના માતા અને સૂરજ, જૈમીનના દાદીમાનું તા. 26ના અવસાન થયું છે.બેસણું તા. 1ના રાજનગર કોમ્યુનિટી હોલમાં સાંજે 4 થી 6 રાખેલ છે.

ગુર્જર સુથાર નવા થોરાળા દુર્લભજીભાઇ પરસોત્તમભાઇ મહિધરિયા (ઉ.વ.77)તે સ્વ.ખીમજીભાઇ, સ્વ.અમુભાઇ, ઇશ્વરભાઇ, મનસુખભાઇના ભાઇ, રમણીકભાઇ, વિનોદભાઇ, અનિલ ભાઇ, મનીષાબેન અતુલભાઇ ખારેચાના પિતાનું તા. 26મીના રોજ અવસાન થયું છે. બેસણું તા. 1ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6, નવા થોરાળા શેરી નં-4 રાજકોટમાં રાખેલ છે.

મૂળ હળવદ હાલ રાજકોટ સ્વ.વજેશંકર ગંગારામ જોષીના પુત્ર બિપિનચંદ્ર (ઉ.વ.66) તા. 26ના અવસાન પામેલ છે. બેસણું તા. 1ને ગુરુવારના રોજ અરવિંદ મણિયાર શેરી નં-5 (અ), હુડકો ક્વાર્ટર નં-એ, 108, માનવસેવા આશ્રમની સામેની શેરી, કોઠારિયા રોડ સાંજે 4.30 થી 6 રાખેલ છે.

ગુર્જર ક્ષત્રિય કડિયા ખીમજી બેચરભાઇ રાઠોડના પુત્ર જગદીશભાઇ મૂળ ભેસદડ હાલ રાજકોટનું તા. 26ના અવસાન થયું છે. તે સ્વ.અરજણભાઇ, સ્વ.કેશુભાઇ, જયંતીભાઇના નાના ભાઇ, સ્વ.ઉર્મીલાબેનના પતિ, ઘનશ્યામ, પારસના પિતા, પ્રેમજીભાઇ લક્ષ્મણભાઇ મકવાણા (સમાણા)ના જમાઇનું બેસણું તા. 1ના ઓમકારેશ્વર મહાદેવ મંદિર, શ્રીજી પાર્ક શેરી નં-2 સાંજે 4 થી 6 રાખેલ છે.

લુહાર રમેશભાઇ રણછોડભાઇ મકવાણા (ઉ.વ.58) તે પ્રશાંતભાઇ તથા મોહિતભાઇના પિતા તથા ઇશ્વરભાઇ તથા પ્રકાશભાઇ તથા બિપીનભાઇ, પ્રફુલભાઇના ભાઇ તા. 26ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1ને ગુરુવારે બપોરે 4 થી 6 તેમના નિવાસસ્થાન સદભાવના કોમ્પ્લેક્સ, ગજેરાપાર્ક, આજીડેમ ચોકડી રાજકોટ ખાતે રાખેલ છે.

ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મેટોડા નિવાસી હાલ રાજકોટ રમણીકલાલ જગજીવન પંડ્યા (ઉ.વ.78) તે વસંતભાઇ, સ્વ. ભાનુભાઇ, સ્વ. કંચનબેનના નાનાભાઇ તેમજ પરેશભાઇ, કેતનભાઇના પિતાનું તા. 26ના અવસાન થયું છે. બેસણું તા. 3ને શનિવારે સાંજે 4 થી 6, જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

નિલમબેન માર્કંડરાય દવે (ઉ.વ.80) તે કિશોરભાઇ, જયદેવભાઇ અને કીર્તિબેનના માતા તથા ભાવનાબેન, દર્શનાબેન અને પ્રવીણકુમારના સાસુ તથા પીયૂષ, સાગરના દાદીનું તા. 27ના અવસાન થયું છે. બેસણું તા. 1ને ગુરુવારે સાંજે 4 થી 6 દરમિયાન પામસિટી, ઇ બ્લોક, આસોપાલવ ચોક, વિદ્યાનિકેતન સ્કૂલ સામે, રૈયાગામ પાસે રાજકોટ ખાતે.

વિપુલભાઇ રાયચુરા (ઉ.વ.47, રાજકોટ નિવાસી મૂળ ખરેડી) તે સૌભાગ્યચંદ જગજીવનભાઇ રાયચૂરાના પુત્ર તે વૈભવના પિતા, રજનીકાંતભાઇ, બકુલભાઇ તથા ચેતનાબેન જીતેન્દ્રકુમાર જોબનપુત્રાના ભાઇ, રમણીકલાલ જેઠાલાલ ગોંધિયાના જમાઇનું અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. 1ને ગુરુવારે સાંજે પ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે.

ઝવેરી પોપટલાલ પ્રાગજીભાઇ પાટડિયાના પુત્ર વનમાળીદાસ પોપટલાલ પાટડિયા (ઉ.વ.90) તે અશોકભાઇ, અનંતભાઇ તથા ચંદ્રિકાબેનના પિતા તથા ધર્મેન્દ્રભાઇ, વિમલભાઇ, મેહુલભાઇ તથા સૌરભભાઇના દાદા તેમજ જામનગરવાળા સોની પ્રેમજીભાઇ જાદવજીભાઇવાળા કનુભાઇ પ્રેમજીભાઇ તથા નારણદાસ પ્રેમજીભાઇના જમાઇ તા. 26ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષનું બેસણું તા. 1ને ગુરુવારે સવારે 10.30 થી 12 વાગ્યે સોની સમાજની વાડી, યુનિટ નં. 1, કોઠારિયા નાકા રાજકોટ ખાતે રાખેલ છે.

સોરઠિયા દરજી બાબુલાલ પરસોત્તમભાઇ મકવાણા (ઉ.વ.80) તા. 26ના અવસાન પામ્યા છે. તે જગદીશભાઇ, નીતિનભાઇના પિતાનું બેસણું તા. 1ને ગુરુવારે સાંજે 4 થી 6, પૂજાપાર્ક શેરી નં. 2, હુડકો પોલીસ ચોકી પાસે, કોઠારિયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

લીલાવંતીબેન ભીમજીભાઇ (ઉ.વ.82)તે સ્વ.ભીમજીભાઇ ભગવાનજીભાઇ સેદાણીના પુત્રી, સ્વ.મગનભાઇ, સ્વ.મનસુખભાઇ, સ્વ.બાબુભાઇ, મણીભાઇ, રમેશભાઇ, દિનેશભાઇના બહેનનું તા 25ના અવસાન થયું છે. ઉઠમણું તા. 1ના સાંજે 5 કલાકે અમરનાથ મહાદેવ મંદિર, 150, ફૂટ રિંગ રોડ, રાજકોટમાં રાખેલ છે.

સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ રમાબેન નવનીતભાઇ મહેતા (ઉ.વ.65)તે પરેશભાઇ, નિશાબેન જયોતિબેન ખંભોળિયાના માતા,ભૂપતભાઇ, મહેશભાઇ દેવશંકર દવેના બહેનનું તા. 26મીએ અવસાન થયું છે. બેસણું તા. 1ના સાંજે 4 થી 6 ધૂમકેતુ હરિગંગા હોલ, 4-રોયલ પાર્ક, કાલાવડ રોડ, પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ગોંડલ |જામનગર નિવાસી સ્વ. વસંતરાય દુર્લભજી પોટાના પુત્ર ઇન્દ્રવદનભાઈ (ઉ.વ. 90)નું તા. 26ના ગોંડલમાં અવસાન થયું છે.

સ્વ. છગનભાઇ મકનભાઈ વાળાના પુત્ર તેમજ સ્વ. વિઠ્ઠલભાઈ, ગોવિંદભાઇ, ધનજીભાઈ, સ્વ. શામજીભાઈ, મગનભાઈના ભાઈ બાબુભાઇના પત્ની સુશીલાબેન ઉ.વ.72 તે આશિષભાઇના માતાનું તા.26ના અવસાન થયું છે.

જયવંતબા રાજસિંહ ઝાલા ઉ.વ.85 તે કે.આર.ઝાલાના માતા ઉદિતરાજસિંહ ના દાદીમાનું તા. 27ના રોજ અવસાન થયેલ છે. બેસણું ગુરુવારના રોજ સાંજે 4 થી 6, સુવાસવાડી , આશાપુરા રોડ, ગોંડલ મુકામે રાખેલ છે.

પડધરી |ચા.મ.મોઢ.બ્રાહ્મણ જ્યોતિબેન માર્કન્ડરાય ત્રિવેદી (ઉ.વ.77)તે સ્વ.વૈદ્ય શંકરલાલ ત્રિવેદીના પુત્રવધૂ, સ્વ.ડો. વસંતભાઇના નાનાભાઇ, ડો.માર્કન્ડભાઇ ત્રિવેદીના પત્ની, ઓખા સ્વ.જયસુખલાલ જોષીના પુત્રી, દિનકરભાઇ, ચંદ્રકાંતભાઇના બહેનનું તા. 25ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા. 1ના પડધરી લોહાણા મહાજનવાડીમાં સાંજે 4 થી 5.30 કલાકે રાખેલ છે.

જામનગર |જયોત્સનાબેન તે ડો. સનતભાઇ વસાવડાના પત્નિ તે પરેશભાઇ, ડો. યાજ્ઞિક, ડો. કૈલાશ, નિશાબેન દિપકભાઇ મંકાેડીના માતાનું અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 28ના સાંજે 5 થી 5.30 વાગ્યે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં.

મુળ વાછોડા, હાલ જામનગર હરીભાઇ મુરજીભાઇ થાનકી (ઉ.વ.72) તે કમલેશભાઇ, રાજુભાઇ, કુસુમબેન, રેખાબેન, ગીતાબેનના પિતા તે રમેશભાઇના કાકાનંુ તા. 26ના અવસાન થયું છે. સદ્દગતનુ બેસણું તા. 2ના સાંજે 4 થી 5 વાગ્યે માઘેશ્વર મહાદેવના મંદિર, 1, માધવબાગ, સાંઢીયા પુલ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

મહેન્દ્રભાઇ મણીલાલ વારીયા (ઉ.વ.75) તે ગં.સ્વ. પ્રભાવતીબેનના પતિ તે રાજુભાઇ, કલ્પેશભાઇ, સુધીરભાઇના પિતા તે કિશોરભાઇ, ભૂપેન્દ્રભાઇના મોટાભાઇનું તા. 26ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું-પ્રાર્થના સભા તા. 1ના સવારે 10.30 થી 11 વાગ્યે ભાઇઓ તથા બહેનેા માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યંુ છે.

મુળ પીપરટોડા, હાલ જામનગર રાજય પુરોહિત બ્રાહ્મણ બિપીન ખેતીયા (ઉ.વ.57) તે સ્વ. અમૃતલાલ પરસોતમભાઇ ખેતીયાના પુત્ર તથા ધર્મિષ્ઠાબેનના પતિ તે મનીષભાઇ, આશિષ, હિરેન, જલ્પાબેન સીનોજીયાના પિતા, સ્વ. તુલસીદાસ ભીમજી ખેતીયાના જમાઇનું તા. 27ના અવસાન થયું છે. ઉઠમણું તા. 1ના સાંજે 5 થી 5.30 વાગ્યે ભાઇઓ તથા બહેનેા માટે રાજય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી, રાજગોર ફળી-1, જામનગરમાં રાખેલ છે.

દશા સોરઠીયા વણિક રમેશચંદ્ર મણીલાલ ગાંધી (ઉ.વ.78) તે દિલપીભાઇ, હર્ષદભાઇના મોટાભાઇ તે દર્શનાબેન કેતનભાઇ મદાણી, જાગૃતિબેન રાજેશભાઇ માયાણી, જીજ્ઞાબેન હેમલભાઇ મોદીના પિતા તથા બિમલ, વિપુલ, હિમંતલાલ રૂગનાથ ધીયાના જમાઇનું તા. 27ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 1ના સવારે 9.30 થી 10 વાગ્યે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.

દ્વારકા |ચેતન સોઢા (ઉ.વ.37) તે અરવિંદભાઈ સોઢાના પુત્ર તે અમિતભાઈના નાના ભાઈ તે પ્રીતિબેન ચિંતન કુમાર બદીયાણીના ભાઈ તે કીર્તનના પિતા તથા દિલીપભાઈ ચુનીલાલ દતાણીના જમાઈનું તા. 27ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી તા. 1ના સાંજે 4.30 થી 5 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે મોંઘીબેન ટાઉન હોલ લાયબ્રેરી પાસે, દ્વારકામાં રાખવામાં આવ્યું છે.

સિકકા |લાલજીભાઇ ગોરધનભાઇ મકવાણા (ઉ.વ.87) તે ચંદ્રકાન્તભાઇ, જયસુખભાઇ, કિશોરભાઇ, શૈલેષભાઇના પિતા તે વિશાલભાઇ, ભાવેશભાઇના દાદાનું તા. 26ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 1ના સાંજે 5 થી 6 વાગ્યે શિવજી મંદિર જીટાઇપ, સિકકામાં રાખવામાં આવ્યું છે.

દલતુંગી |ભાવનાબા (ઉ.વ.26) તે ગુમાનસિંહ સીદુભા જાડેજાના પુત્ર હરદેવસિંહ જાડેજા (એસઓજી)ના પત્નિ તે મંગળસિંહ નારસંગજી ચુડાસમા (બાલંભડી)ના પુત્રીનું તા. 25ના અવસાન થયું છે.

ઉના |મહેતા હિંમતલાલ ધનજીભાઇ (ઉ.વ.72) તે ગં.સ્વ.ગીતાબેન જનકરાય જોષી, સ્વ.જયંતકુમાર, પ્રફુલકુમાર,કિરણબેન, દિલીપભાઇના પિતા, ગં.સ્વ.મંગળાબેન ચુનીલાલ જોષી, સ્વ.રતીલાલ મહેતા (સાંજણાવવ), zનાનાલાલ મહેતા (મુંબઇ)ના નાનાભાઇ, સ્વ.મણીશંકર વડિયાના જમાઇનું તા.26ના અવસાન થયું છે. સાદડી તા.3ના સવારના 10 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન, પાણખાણ ખાતે રાખી છે.

શ્રીગોડ મેડતવાડ બ્રાહ્મણ દિક્ષિત ચંદ્રકાન્તભાઇ લાભશંકર (ઉ.વ.62) તે રાજેશભાઇ, મનોજભાઇના પિતા, ઉદયભાઇ, ભાસ્કરભાઇના મોટાભાઇનું તા.22ના અવસાન થયું છે. સાદડી તા.28ના સાંજના 4 થી 6 કલાકે સામતેર ખાતે રાખી છે.

કોડીનાર |ચાવડા કચરાભાઇ ગોવિંદભાઇ (ઉ.વ.75, ગીરદેવળી) તે ભુપતભાઇ, ભાવસિંગભાઇ, દાનસિંગભાઇ, અશ્વિનભાઇ, અભેસિંગભાઇના પિતાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.5ના સવારના 9 થી 6 કલાકે નિવાસ સ્થાન, ગીરદેવળી ખાતે રાખ્યું છે.

વિસાવદર-(સરસઇ) |ઠેસીયા બાબુભાઇ નાનજીભાઇ (ઉ.વ.75) તે દિલીપભાઇ, મનસુખભાઇના પિતાનું તા.26ના અવસાન થયું છે.

ડોળાસા |કાનાબાર રેખાબેન જગદીશકુમાર (ઉ.વ.48 મુંબઇવાળા, હાલ કેશોદ) તે સ્વ.પોપટલાલ દેવરાજભાઇ ભુપતાણીના પુત્રી, મોન્ટુભાઇ, કૃપાબેનના માતા, દિલીપભાઇ, ભરતભાઇ, મુકેશભાઇના બહેનનું તા.24ના કેશોદ ખાતે અવસાન થયું છે. પિયરપક્ષની સાદડી તા.3ના સાંજના 4 થી 6 કલાકે કોમ્યુનિટી હોલ, ગોંદરા ચોક, ડોળાસા ખાતે.

વડાલ |ડોડીયા સુરેશભાઇ (ઉ.વ.40) તે પોલાભાઇના પુત્ર, છગનભાઇના નાનાભાઇનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજના 4 થી 6 કલાકે ઉપરકોટ, રામજી મંદિર, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

જૂનાગઢ |ગુર્જર ક્ષત્રિય કડીયા ટાંક ઉમેશભાઇ (ઉ.વ.45) તે ભીખુભાઇના પુત્ર, જેન્તિભાઇ, પંકજભાઇના નાનાભાઇ, ગૌતમ, નિકુંજના પિતા, રીતેશ (શ્રીજી મ્યુઝીકલવાળા)ના કાકાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજના 4 થી 6 કલાકે આદિતેશ્વર મહાદેવ મંદિર, નંદનવન મેઇન રોડ, જોષીપુરા, જૂનાગઢ ખાતે.

ગોહેલ મંજુલાબેન બટુકભાઇ (ઉ.વ.60, વધાવી) તે પ્રવિણભાઇ, હરસુખભાઇ, કેતનભાઇના માતાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.1ના નિવાસ સ્થાને રાખ્યું છે.

વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સરવૈયા સવિતાબેન દેવજીભાઇ (ઉ.વ.85) તે રમેશભાઇ, જીતુભાઇ, નીમુબેનના માતાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, શાંતેશ્વર મંદિર પાછળ, જોષીપુરા, જૂનાગઢ ખાતે.

રાખોલીયા ગોપાલભાઇ લાલજીભાઇ (ઉ.વ.45) તે નરસિંહ ભાઇ, વિનેાદભાઇ, અરવિંદભાઇ (જેતપુર)ના નાનાભાઇ, જૈમીન, પ્રિયાંકના કાકા, ઓમના પિતાનું તા.27ના જૂનાગઢ ખાતે અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, મોનાર્ક ટાઉનશીપ, ગંધારીવાડી, જોષીપુરા, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ ભટ્ટ જસુમતીબેન (ઉ.વ.85) તે સ્વ.જેન્તીલાલ (સરદારપુર, હાલ જૂનાગઢ)ના પત્નિ, તનસુખભાઇ, ભાસ્કરભાઇના માતા, સ્વ.ત્રંબકલાલ શિવલાલ પંડ્યા (નાની મોણપરી નિવાસી)ના મોટા બહેન, નૌતમભાઇ જોષી (જૂનાગઢ), અશાેકભાઇ દવે (ઝાંઝરડા), ના સાસુનું તા.27ના અવસાન થયું છે. સાદડી તા.1ના સાંજના 4 થી 5 કલાકે બરડાઇ બ્રહ્મસમાજની વંડી, આશીયાના સોસા., બસ સ્ટેન્ડ પાછળ, જૂનાગઢ ખાતે રાખી છે.

અન્ય સમાચારો પણ છે...