• Gujarati News
  • National
  • કોંગ્રેસની લોલીપોપ બાદ હવે ભાજપની પણ રજૂઆત

કોંગ્રેસની લોલીપોપ બાદ હવે ભાજપની પણ રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

ગીતાનગરમાં ભૂગર્ભ ગટરના ગંદાં પાણી રોડ પર સતત વહેતા હોવાથી સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરે છે. આ પ્રશ્ને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોએ ગત મનપાની જનરલ બોર્ડમાં મેયર અને કમિશનર ઉપર લોલીપોપના છૂટા ઘા કર્યા હતા. આ મુદ્દે હવે ભાજપના કોર્પોરેટરોએ મેયરને રજૂઆત કરી હતી. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો ભૂગર્ભના ગંદાં પાણીના મુદ્દે જશ ખાટવા દોડા દોડી કરી રહ્યા છે.

મહાનગરપાલિકાની ગત જનરલ બોર્ડમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર સહિતના મહિલા કોર્પોરેટરોએ ગીતાનગરમાં ભૂગર્ભ ગટરના ગંદાં પાણીના સ્વિમિંગ પૂલ છે તે દૂર કરોના નારા સાથે મેયર અને કમિશનર ઉપર લોલીપોપના ઘા કર્યા હતા. આ પ્રશ્ને હવે ભાજપના કોર્પોરેટર જયાબેન ડાંગરે મેયર, ડેપ્યુટી મેયર સમક્ષ રજૂઆત કરી છે.

ગીતાનગરમાં ગંદાં પાણીનો પ્રશ્ને તે જ દિવસે જનરલ બોર્ડમાં કમિશનરે હલ કરી દીધો હતો અને કહ્યું હતું કે, આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે ભૂગર્ભ ગટરની યોજનાના ટેન્ડર પ્રસિધ્ધ થઇ ગયા છે અને વહેલી તકે કામ પણ ચાલુ થશે. હવે કોર્પોરેટરો ગંદાં પાણીના પ્રશ્ને જશ ખાટવા દોડા દોડી કરી રહ્યા છે. જયાબેને જણાવ્યું હતું કે, વોર્ડ નં.13ની વોર્ડ ઓફિસમાં ભૂગર્ભ ગટરના પ્રશ્નો સાંભળે તેવા અધિકારી પણ નથી તેની નિમણૂક કરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...