તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પીજીવીસીએલની 122 ટીમોનું સઘન વીજચેકિંગ

પીજીવીસીએલની 122 ટીમોનું સઘન વીજચેકિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટસહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ઘણા સમયથી વીજચોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પીજીવીસીએલની ચેકિંગ ટુકડીએ રાજકોટ ગ્રામ્ય, જામનગર અને સુરેન્દ્રનગરમાં સઘન ચેકિંગ કરી એક દિવસમાં 48.5 લાખની પાવરચોરી પકડી પાડી છે.

પીજીવીસીએલની વિજિલન્સ ટીમે સવારથી રાજકોટ ગ્રામ્યના પડધરી, લોધિકા, કુવાડવા અને રોણકી ડિવિઝન હેઠળ આવતા 24 ગામોમાં સઘન વીજચેકિંગ કર્યું હતું. વીજકંપનીની 40 ટીમોએ કુલ 881 કનેકશન ચેક કર્યા હતા, જેમાંથી 120 કનેકશનમાં ગેરરીતિ પકડાતા પાવરચોરોને 11.64 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો.

જ્યારે જામનગર સર્કલમાં ખંભાળિયા ગેટ સબ ડિવિઝન સહિતના વિસ્તારોમાં 31 ટીમો ફરી વળી હતી. જેમાંથી ચેક કરાયેલા 461 કનેકશનો પૈકી 98માં ગેરરીતિ બહાર આવતા વીજચોરોને 12.65 લાખનો દંડ ફટકારાયો હતો તેમજ સુરેન્દ્રનગર સર્કલના લીંબડી શહેર અને ગ્રામ્યના 24 ગામડાઓમાં પીજીવીસીએલની 51 ટીમોએ રેહણાક અને ખેતીવાડી કનેકશનો તપાસ્યા હતા જેમાંથી 832 પૈકી 141 કનેકશનોમાં ગેરરીતિ માલૂમ પડતાં પાવરચોરોને 24.21 લાખનો દંડ ફટકારાયો છે. એક દિવસમાં 48.5 લાખની પાવરચોરી પકડી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...