• Gujarati News
  • National
  • મહેશ શાહ સામે 1.24 કરોડનો ચેક બાઉન્સ થવાનો કેસ છે

મહેશ શાહ સામે 1.24 કરોડનો ચેક બાઉન્સ થવાનો કેસ છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેશશાહ અને તેની પત્ની વનિતા સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રૂ. 1.24 કરોડનો ચેક રિટર્નનો કેસ 2013ની સાલથી ચાલી રહેલ છે. કેસમાં ગત 11 નવેમ્બરના રોજ મુદત વખતે મહેશ અને વનિતા શાહ હાજર નહીં રહેતા મેજિસ્ટ્રેટ એ.એ.વાયડાએ વધુ સુનાવણી 19 ડિસેમ્બરે રાખી છે.

લંડનમાં રહેતા રમેશચંદ્ર પંડ્યા રાજકોટમાં આમ્રપાલી સિનેમાં પાછળ આવેલ સુભાષનગરમાં ભવાની કૃપા નામનો બંગલો ધરાવતા હતા જ્યાં તેમના પિતા રહેતા હતા. પરંતુ તેમના પિતાનું અવસાન થતાં તેમણે બંગલો વેચવા માટે મહેશ શાહ સાથે ડીલ કરીને તમામ દસ્તાવેજો આપ્યા હતા. જૂન 2005માં રમેશચંદ્રને ખબર પડી હતી કે બંગલોનો સોદો થઇ ગયો છે. એટલે તેમણે મહેશ શાહ પાસે સોદાની રકમ પેટે રૂ. 1.24 કરોડની માંગણી કરી હતી. આથી રમેશચંદ્રે 2013માં ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરતા બાદમાં તેમના મિત્ર મિલન આચાર્યને મહેશે રૂ. 15 લાખના 4 ચેક તેમજ રૂ. 60 લાખનો સિક્યોરિટી ચેક આપ્યો હતો. ચેક બેન્કમાં ભરતા રિટર્ન થયા હતા. અંગે 2013ની સાલથી મહેશ સામે કોર્ટ કાર્યવાહી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...