તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોન્ટ્રાક્ટર સામે 13 લાખના ચેક રિટર્નની ફરિયાદ

કોન્ટ્રાક્ટર સામે 13 લાખના ચેક રિટર્નની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાધુવાસવાણી રોડ પર બેકબોન પ્લેટિનમમાં રહેતા કોન્ટ્રાક્ટર હંસરાજ કરમશીભાઇ ઠુમ્મર સામે રૂ. 13 લાખના ચેક રિટર્નની ફરિયાદ નોંધાતા અદાલતે આરોપી સામે સમન્સ ઇસ્યુ કરવા હુકમ કર્યો હતો. સરકારી કોન્ટ્રાક્ટ રાખતા હંસરાજ ઠુમ્મરે સાધુવાસવાણી રોડ પર પાટીદાર રેસિડેન્સિમાં રહેતા ચીમનભાઇ કુરજીભાઇ અકબરીને કોન્ટ્રાક્ટ અપાવી દેવાનું કહી નાણાં લીધા હતા. નાણાં આપ્યા પછી પણ હંસરાજે કોન્ટ્રાક્ટ નહીં અપાવતા ચીમનભાઇએ પૈસા પરત માગ્યા હતા, પૈસા પરત કરવા માટે હંસરાજે 7,04,617 અને 6 લાખના બે ચેક આપ્યા હતા. બન્ને ચેક બેંકમાંથી પરત ફરતા એડવોકેટ અલ્પેશ પોકિયા મારફત અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...