તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચણા, ચણાદાળમાં તેજી, ખાદ્યતેલ સ્થિર

ચણા, ચણાદાળમાં તેજી, ખાદ્યતેલ સ્થિર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાદ્યતેલબજારમાં ખરીદીના અભાવે ભાવ સ્થિર રહ્યા હતા, જ્યારે ચણા, ચણા દાળમાં માલની અછતના પગલે ભાવમાં વધારો થયો હતો. એરંડા વાયદો અને હાજરના ભાવમાં કરંટ હતો. ચણામાં ક્વિન્ટલ રૂ.100 વધી ભાવ 9200-9300 અને ચણા દાળ પણ રૂ.100 વધી 12200-12400 રહ્યા હતા. ખાદ્યતેલ બજારમાં સિંગતેલ લૂઝ રૂ.10 ઘટી 960 થયા હતા, પરંતુ ટેક્સપેઇડ ભાવ સ્થિર હતા. સિંગતેલ નવા ડબ્બા 15 કિલોનો ભાવ 1680 અને કપાસિય તેલ રિફાઇન ટીનના ભાવ 1150-1170 રહ્યા હતા.

રાજકોટ એરંડા બજારમાં તેજી હતી. રાજકોટ ડિસેમ્બર એરંડા વાયદો રૂ.21 વધી 3960 થયો હતો, જ્યારે હાજર રૂ.13 વધી 3775 રહ્યો હતો. ગુજરાત સાઇડ 9 હજાર ગુણી અને સૌરાષ્ટ્રમાં 1000 ગુણી એરંડાની આવકે ભાવ અનુક્રમે 745-760 અને 730-745 ઉપર સ્થિર હતા.

અન્ય સમાચારો પણ છે...