- Gujarati News
- વેપારીને ઘરે જઇ મારી નાખવાની ધમકી, 12 વ્યાજખોર સામે ફરિયાદ
વેપારીને ઘરે જઇ મારી નાખવાની ધમકી, 12 વ્યાજખોર સામે ફરિયાદ
માસિક 3 થી 30 ટકાના તોતિંગ વ્યાજે ધીરેલા નાણાંની ઉઘરાણી માટે દુકાને, ઘરે જઇને મારી નાખવાની ધમકી
ક્રાઇમ રિપોર્ટર .રાજકોટ
શહેરમાંઓટોમોબાઇલની દુકાન ધરાવતા વેપારીએ 12 વ્યાજખોરો દ્વારા ઘરે અને દુકાને આવીને ખૂન કરી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.
વિતરાગ સોસાયટીમાં રહેતા અને સદગુરુ ઓટો એજન્સી નામથી ધંધો કરતા સમ્રાટ ઉર્ફે ગોપાલ કિશનભાઇ દત્તાણીએ 12 વ્યાજખોર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ધંધામાં નાણાની જરૂરિયાત ઊભી થતાં તેણે પરિચિત ધર્મેશ ભીંડોરા સહિત અલગ અલગ 12 વ્યક્તિ પાસેથી માસિક 3 થી 30 ટકાના વ્યાજે કુલ રૂ.16.38 લાખ લીધા હતા. દરેકને છેલ્લે સુધી વ્યાજ ચૂકવ્યું છે. ધંધામાં મંદી હોવાથી વ્યાજ નહીં ચૂકવી શકતા વ્યાજખોરો દુકાને આવીને તેને તેમજ ભાઇ સમીપને મારી નાખવાની તથા ઘરે આવીને પરિવારના હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી ભય ફેલાવે છે. અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આટલા લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા
ધર્મેશભિંડોરાપાસેથી રૂા 2.95 લાખ 10 ટકા, યશરાજ અનકભાઇ કાઠી પાસેથી 4 લાખ 10 ટકા , રાહુલ કાઠી પાસેથી 10 હજાર 30 ટકા, લક્ષ્મણ ભરવાડ પાસેથી 2.10 લાખ 20 ટકા,લાલા ભરવાડ પાસેથી 1 લાખ 8 ટકા, જેનીશ પરમાર પાસેથી 50 હજાર 20 ટકા, વાલા ભરવાડ પાસેથી 30 હજાર 10 ટકા, જસ્મીન માઢક પાસેથી 1.30 લાખ 20 ટકા, રવી ભરવાડ પાસેથી 20 હજાર 10 ટકા, રવિ ગઢવી પાસેથી 20 હજાર 10 ટકા, ગીરીશ વાણિયા પાસેથી 10 હજાર 30 ટકા,ભાવિન ગાર્ડી પાસેથી 17 હજાર 5 ટકા, રમેશ રાવલ પાસેથી 30 હજાર 3 ટકા લેખે વ્યાજે લીધા હતા.