તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ

મહાનગરપાલિકામાં દબાણ હટાવ શાખામાં ફરજ બજાવતા અને ગંજીવાડામાં રહેતા ધનજીભાઇ ખીમસુરિયા (ઉ.વ.50) ગુરુવારે બપોરે 12 વાગ્યે તેના ઘર નજીક હતા ત્યારે અનમોલપાર્કમાં રહેતો વસીમ ઉર્ફે બચો બસીર અને અજી બસીર કાર લઇને ત્યાં ધસી ગયા હતા અને ધનજીભાઇને બળજબરીપૂર્વક કારમાં બેસાડી માર્કેટિંગયાર્ડ નજીક આવેલા તેના ભંગારના ડેલે ગોંધી રાખ્યા હતા. કલાકો સુધી ધનજીભાઇ પરત નહીં આવતા અને તેના અપહરણ થયાની જાણ થતાં પ્રૌઢના પત્ની તેજલબેન ખીમસુરિયાએ જાણ કરતા થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ ગડ્ડુ સહિતનો સ્ટાફ હરકતમાં આવ્યો હતો અને મોબાઇલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસ પહોંચી જશે તેવો ભય લાગતા ધનજીભાઇને મુક્ત કરી બંને અપહરણકારો નાસી ગયા હતા.

તેજલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર હિતેષ વર્ષો પહેલા વસીમ અને અજીમ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને બંને ઇસમોએ વ્યાજનું પણ વ્યાજ ગણી તોતિંગ રકમની પઠાણી ઉઘરાણી કરતા તેમનો પુત્ર બે વર્ષથી ઘર છોડીને જતો રહ્યો હતો. ધનજીભાઇએ જાહેર નોટિસ પણ આપી હતી આમ છતાં બંને વ્યાજખોરોએ નાણાંની પઠાણી ઉઘરાણી કરી અપહરણ કર્યું હતું.

પોલીસ હરકતમાં આવતા પ્રૌઢને મુક્ત કરી અપહરણકારો નાસી ગયા

અન્ય સમાચારો પણ છે...