તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રોલી પરથી ઉથલી પડતાં યુવકનું મોત

ટ્રોલી પરથી ઉથલી પડતાં યુવકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કણકોટનારામનગરમાં રહેતો વિશાલ ગિરધરભાઇ વિરાણી (ઉ.વ.20) ગામમાં યોજાયેલા ગણેશોત્સવ નિમિત્તે ગુરુવારે ગણપતિ વિસર્જનમાં ગ્રામજનો સાથે ગયો હતો અને ન્યારી ડેમે વિસર્જન કર્યા બાદ બધા ટ્રેક્ટરમાં બેસી પરત કણકોટ જવા નીકળ્યા હતા. ટ્રેક્ટર કણકોટના પાટિયા પાસે પહોંચ્યું હતું ત્યારે ટ્રેક્ટરચાલક રામનગરના વિપુલ લાલજી વિરાણીએ બેફિકરાઇથી ટ્રેક્ટર ચલાવતા ટ્રોલીમાં બેઠેલો વિશાલ વિરાણી ટ્રોલીમાંથી નીચે પટકાયો હતો અને તેને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...