જણાવો આપની મરજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2006માં મંજૂર થયેલી ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં.15 ફાઇનલ મંજૂર થતી નથી

વાવડીની અટવાયેલી ટીપી નં.15ના કારણે ઔદ્યોગિક વિકાસ રુંધાઇ ગયો

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટમહાપાલિકામાં દોઢ વર્ષ પહેલા ભળેલા વાવડીમાં અલગ અલગ બે ટીપી સ્કીમ છે. પૈકી ટીપી સ્કીમ નં.15 દસ વર્ષ પહેલા ડ્રાફ્ટ સ્વરૂપે અસ્તિત્વમાં આવી હતી. પછી ગોકળગાયની ગતિથી ચાલતી પ્રક્રિયામાં ટીપી સ્કીમ અટવાયેલી છે. 9.26 લાખ ચો.મી.માં પથરાયેલી ટીપી સ્કીમના વિસ્તારમાં મોટાભાગે ગ્રીન ઝોન છે. ટીપી સ્કીમ ફાઇનલ થાય તો વાવડીની સિકલ બદલાઇ શકે છે. તમામ પ્રકારની પ્રક્રિયા થયા બાદ હાલ ટીપી સ્કીમ માત્રને માત્ર ફાઇનલ મંજૂરી માટે સરકારમાં અટવાયેલી પડી છે. સરકારમાંથી લીલીઝંડી મળે એટલે વાવડીની ટીપી સ્કીમ નં.156ના વિસ્તારનો વિકાસ જેટગતિએ થઇ શકે છે એમાં કોઇ શંકાને સ્થાન નથી.

વાવડીના વિકાસ માટે જે પાયો કહી શકાય નગરરચના(ટીપી સ્કીમ)ના કોઇ નેઠા નથી. વાવડીમાં અલગ અલગ બે ટીપી સ્કીમ છે. બન્ને ડ્રાફ્ટ છે. પૈકી ટીપી સ્કીમ નં.15ની વાત કરીએ મોટાભાગે ગ્રીન ઝોન છે. ટીપી સ્કીમ નં.15નો ઇરાદો તા.30-4-2005ના રોજ જાહેર થયો હતો. પ્રારંભિક મંજૂરીના તબક્કે પહોંચી ગયા બાદ હાલ ટીપી સ્કીમ સરકારમાં મંજૂરીની એક મહોર માટે થઇને અટકેલી છે. કુલ 9.26 લાખ ચો.મી. જેટલું વિશાળ ક્ષેત્રફળ ધરાવતી ટીપી સ્કીમ ડ્રાફ્ટ સ્વરૂપે તા.7-7-2006ના રોજ સરકારે મંજૂર કરી હતી. પછી 1-9-2006ના રોજ સરકાર નિયુક્ત ટીપીઓની નિમણૂક થઇ હતી. તા.20-4-2007ના રોજ ટીપીઓએ ટીપી સ્કીમ નં.15ની ફરજ સંભાળી હતી. જમીન દફતર કચેરી દ્વારા માપણી, પુન:રચના સહિતની તમામ પ્રક્રિયા થઇ ચૂકી છે. હવે ફેરફારની નહીંવત શક્યતા છે. હાલ સરકારમાં ફાઇનલ મંજૂરી માટે મોકલાયેલી છે.

વાવડીવાસીઓની વેદનાને વાચા આપવા માટે દિવ્ય ભાસ્કરે અભિયાન ઉપાડ્યું છે. પ્રજાની સમસ્યા અંગે વાકેફ થઇને મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ગંભીરતાથી લઇને તાત્કાલિક પગલાં શરૂ કર્યા છે. પ્રજાને આરોગ્યલક્ષી કવચ આપવા માટે ટીમને કામે લગાડવામાં આવી છે. સુપરવાઇઝર હિતેષભાઇ કારેલિયા અને ઇન્ચાર્જ સુપરવાઇઝર નવિનભાઇ સોમૈયા સહિતના સ્ટાફે ફોગિંગ, ડોર ટુ ડોર ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી હાથ ધરી છે. શુક્રવારે વાવડી ગામ, રવેચીનગર સહિતના વિસ્તારમાં 90 મકાનમાં ફોગિંગ અને 200થી વધુ મકાનમાં લારવા શોધવા, પાણીના ટાંકામાં દવા છંટકાવ સહિત ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી કરવામાં આવી હતી.

^વાવડીના આવકાર સિટીમાં રોડની હાલત ખરાબ છે. ગંદકી ખૂબ છે. ગટરના કારણે ખૂબ વાસ આવે છે જેથી મચ્છરનો ઉપદ્રવ પણ ઘણો બધો છે. ત્યાં વાેંકળાની સફાઈ પણ નથી કરાતી. અહિંયા સિટી જેવું કાંઈ નથી. ઢોર પુરવા તબેલો છે તો રાજકોટ નગરપાલિકાની ખાસિયત છે.

> જીતુભાઈમકવાણા

ફોગિંગ અને આરોગ્યલક્ષી ડોર ટુ ડોર કામગીરીનો પ્રારંભ

વાવડીના વિકાસને વેગવંતો બનાવી શકે ટીપી સ્કીમ

926073ચો.મી. કુલ ક્ષેત્રફળ

226711 ચો.મી. સાર્વજનિક પ્લોટ્સનું ક્ષેત્રફળ

129898 ચો.મી. રસ્તાનું ક્ષેત્રફળ

27 પ્રકારના વિવિધ હેતુના અનામત પ્લોટ

5 પ્લોટ આવાસ યોજનાના હેતુ માટે

7 પ્લોટ કોમર્શિયલ વેચાણના હેતુ માટે

4 પ્લોટ રહેણાક હેતુના વેચાણ માટે

3 પ્લોટ સામાજિક માળખાના હેતુ માટે

5 પ્લોટ બગીચાના હેતુ માટે

2 પ્લોટ પાર્કિંગના હેતુ માટે

1 પ્લોટ રમત ગમતના મેદાન માટે

ફાઇનલ મંજૂરીની મહોર મારવામાં સરકારે 1 વર્ષ કાઢી નાખ્યું

ટીપીસ્કીમની વિધિમાં પહેલા ડ્રાફ્ટ બને. બાદમાં સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવે. પછી સરકાર ટીપીઓની નિયુક્તિ કરે. સરકાર નિયુક્ત ટીપીઓ ચકાસણી કરી જમીન દફતર વિભાગમાં મૂળખંડના ક્ષેત્રફળના નિમતાણા માટે મોકલે છે. ત્યાંથી આવ્યા બાદ પુન:રચના અને મહાપાલિકા સાથે પરામર્શની પ્રક્રિયા કરવામા આવે છે. પછી ફાઇનલ મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવે છે. તમામ વિધિ વાવડીની ટીપી સ્કીમ નં.15માં થઇ ચૂકી છે. 2015ના રોજ સરકારમાં ફાઇનલ મંજૂરી માટે મોકલી દેવામાં અાવી છે. હાલ એક વર્ષથી સરકારમાં ધૂળ ખાઇ રહી છે.

બગીચાનો હેતુ ફેર માત્ર 15 દિવસમાં આશ્ચર્યજનક રીતે થઈ જાય છે

અન્ય સમાચારો પણ છે...