તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રામાપીર ચોકડીથી સીધા રિંગ રોડ 2 નીકળાશે, 90 બાંધકામનો કડૂસલો

રામાપીર ચોકડીથી સીધા રિંગ રોડ-2 નીકળાશે, 90 બાંધકામનો કડૂસલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રામાપીરચોકડીથી રિંગ રોડ-2 નીકળી શકાય તેવો 80 ફૂટનો રોડ કાઢવા માટે 90થી વધુ કાચા-પાકા બાંધકામનો મંગળવારે મનપાએ કડૂસલો બોલાવી દીધો હતો. અંદાજે સાડા ત્રણ કિલોમીટરનો રસ્તો ખુલ્લો કરાયો છે.

શહેરના દોઢસો ફૂટ રિંગરોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલથી આગળ રામાપીર ચોકડીથી રૈયાધાર તરફના વિસ્તારમાં 80 ફૂટનો ડીપી રોડ નીકળે છે. રોડ પર વર્ષો જૂના 90 મકાન વસેલા હતા. ગત ફેબ્રુઆરીમાં તમામ આસામીઓને નોટિસ ફટકારીને જગ્યા ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. મનપાની નોટિસ મળતાની સાથે 18 આસામીઓ હાઇકોર્ટમાં ગયા હતા. અદાલતે અસરગ્રસ્તોને સાંભળીને યોગ્ય નિર્ણય કરવા આદેશ કરતા એપ્રિલ મહિનામાં તત્કાલીન મ્યુનિ. કમિશનર નેહરાએ હિયરિંગ કર્યું હતું. અસરગ્રસ્તોને જે તે વખતે ગુજરાત સ્લમ બોર્ડે જગ્યા ફાળવી હોય 10 ચો.મી.થી વધુ જગ્યા કપાત થતી હોય તેઓને તેટલી જગ્યા અને 10 ચો.મી.થી ઓછી જગ્યા કપાત થતી હોય તેવા આસામીઓને જંત્રી ભાવે રોકડ વળતર આપવાનો નિર્ણય કરાયો હતો. દરમિયાન મંગળવારે સવારે મનપાની ટીમનો કાફલો બુલડોઝર સાથે સવારે ધસી ગયો હતો. ડિમોલિશન માટે અલગ અલગ ચાર ટીમ બનાવવામાં આવી હતી. દરેક ટીમને જેસીબી સહિતની મશીનરી સાથે કામે લગાડવામાં આવતા સાંજ સુધીમાં તમામ 90 મકાનનો કડૂસલો બોલાવી દેવામાં આવ્યો હતો.

બાંધકામ દૂર થતા રામાપીર ચોકડીથી રિંગ રોડ-2 પહોંચી શકાય તેવો 80 ફૂટનો રોડ ખુલ્લો થયો છે. દોઢસો ફૂટ રિંગ રોડથી માત્ર સાડા ત્રણ કિલોમીટરના અંતરમાં રિંગ રોડ-2 પહોંચી શકાશે.

મોચીનગર ગાંધીગ્રામમાં વૈકલ્પિક જગ્યા અપાઇ

જેમનીજમીન 10 ચો.મી.થી વધુ કપાત થઇ છે તેવા અસરગ્રસ્તોમાંથી 56 આસામીઓે ટીપી સ્કીમ નં.6(રૈયા)ના અંતિમ ખંડ નં.932માં મોચીનગર વિસ્તારમાં એસઇડબલ્યુએસના હેતુની જમીન, તેમજ 11 આસામીઓને ગાંધીગ્રામમાં અંજલીપાર્કની સામે વૈકલ્પિક જગ્યા ફાળવાઇ છે. તમામ આસામીઓને ગત તા.17ના રોજ દસ્તાવેજ પણ કરી અપાયા છે.

રૈયાધારમાંથી 80 ફૂટ રોડનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...