તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બિલ્ડર સામે રૂ. 45 લાખના ચેક રિટર્નની ફરિયાદ

બિલ્ડર સામે રૂ. 45 લાખના ચેક રિટર્નની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિષ્નાકન્ટ્રક્શનના માલિક અમૃતલાલ રંગાણીએ પૂર્વા ઇન્ફ્રાસ્ટ્રકચર તથા તેના ભાગીદારો નિલેશ લુણાગરિયા, જિજ્ઞેશ એમ. પટેલ સામે રૂ.45 લાખના ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. કેસની વિગત મુજબ પૂર્વા ઇન્ફ્રાઇસ્ટ્રક્ચરના ભાગીદારોએ મોટાવડામાં આકાર પામી રહેલી બહુમાળી ઇમારતના લેબર કોન્ટ્રાક્ટરને રૂ.65 લાખ આપવાના બાકી હતા. રકમ પેટે રૂ. 20 લાખ રોકડા આપશે તેવી ખાતરી આપી બાકીના રૂ.45 લાખનો ચેક આપ્યો હતો. ચેક બેંકમાંથી પરત ફરતા એડવોકેટ સુરેશ ફળદુ મારફત અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...