તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મહિલા કોર્પોરેટરનો આક્રોશ, વિકાસ કામ થતાં નથી!

મહિલા કોર્પોરેટરનો આક્રોશ, વિકાસ કામ થતાં નથી!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમનપાના વધુ એક વખત ખુદ શાસકપક્ષના સભ્ય વોર્ડ નં.5ના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણિયાએ એવી હૈયાવરાળ ઠાલવી છે કે તેના મતવિસ્તારમાં વિકાસ કામો થતા નથી. તેમણે 29 પેન્ડિંગ કામોની લાંબી યાદી મેયર ડો.જૈમન ઉપાધ્યાયને મોકલાવી હતી. સામાન્ય પેવર કામથી માંડી રોશની, પેવિંગ બ્લોક, ડિવાઇડર સહિતના કામો અટવાયા હોવાનો આક્રોશ મેયરને મોકલેલા પત્રમાં ઠાલવ્યો છે.

અગાઉ પણ ખુદ ભાજપના કોર્પોરેટર વિકાસ કામો થતા હોવાનો પ્રશ્ન ઉઠાવીને જાહેરમાં આવ્યા હોવાની ઘટના બનેલી છે. પૂર્વ કોર્પોરેટર સંજય ઘવાએ તો રીતસર ઉપવાસ ઉપર ઉતરવાની અને કોર્પોરેટરપદેથી રાજીનામું ધરી દેવાની તૈયારી કર્યાના પણ દાખલા છે. દરમિયાન વધુ એક વખત શાસકપક્ષના વોર્ડ નં.5ના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણિયાએ તેમના મતવિસ્તારમાં કામ થતા હોવાની ફરિયાદ જાહેરમાં કરવાની હિંમત દાખવી છે.

નગરસેવિકા દક્ષાબેને મેયરને મોકલેલા 29 પ્રશ્નોની યાદીમાં રણછોડનગર સોસાયટી, ડિલક્સ ચોકથી ગ્રીનલેન્ડ, નવાગામ છપ્પનિયો વિસ્તાર, લાલપરી, મધુર બેકરીવાળો સીતારામ મેઇન રોડ, લાલ હનુમાનવાળી શેરી, ગ્રામલક્ષ્મી સોસાયટી, હુડકો ક્વાર્ટરથી ગાર્ડન તરફ સર્વિસ રોડ, સેટેલાઇટ ચોકમાં નવી વોર્ડ ઓફિસ, નરસિંહનગર અને રામ સોસાયટી વચ્ચે, ન્યૂ શક્તિ સોસાયટી, મનહર સોસાયટી, ગુલાબ વાટિકા, ગ્રીનલેન્ડ પાણીના ટાંકાથી પટેલ વાડી, સંતકબીર રોડથી આશ્રમ રોડ, ત્રિવેણી સોસાયટી, ન્યૂ ગાંધી સોસાયટી, કેયૂરપાર્ક, આર્યનગર, મારુતિનગર, રત્નદીપ સહિત ઉક્ત વિસ્તારમાં પેચવર્ક તેમજ અલ્કાપાર્ક મેઇન રોડ, કુવાડવા રોડ સ્વિમિંગ પૂલથી પેડક રોડ, મંછાનગરમાં નળ કનેકશન, સ્વિમિંગ પૂલમાં જિમ, હુડકો ક્વાર્ટર્સ અને નરસિંહનગરમાં કમ્યૂનિટી હોલ, વોર્ડ નં.5માં નવી લાઇબ્રેરી, કુવાડવા રોડથી સંતકબીર રોડ સુધી પેવિંગ બ્લોક અને ડિવાઇડરના કામ, નારાયણનગરમાં રી-કાર્પેટ, શિવનગરમાં પેવરકામ, માર્કેટિંગ યાર્ડથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી લાઇટિંગ સહિતના કામની માગણી લાંબા સમયથી અભેરાઇએ ચડાવી દીધેલી છે. જેને કારણે વોર્ડના મતદારોમાં પોતાની અને પક્ષની છબી ખરડાઇ રહ્યાની છાપ ઉપસી રહી છે.

વોર્ડ નં.5ના ભાજપના નગરસેવિકાએ મેયરને 29 પ્રશ્નોની યાદી પકડાવી

અન્ય સમાચારો પણ છે...