તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આગમપ્રેમી રાજેશમુનિ મ.સા.ના માતુશ્રી દીક્ષાનો અંગીકાર કરશે

આગમપ્રેમી રાજેશમુનિ મ.સા.ના માતુશ્રી દીક્ષાનો અંગીકાર કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલસંપ્રદાયના જશ પરિવારના ગુરુદેવ રાજેશમુનિ મહારાજના રત્નકુક્ષીણી માતુશ્રી નિર્મળાબહેન જયંતીભાઇ સખપરા (ઉ.વ.86) હવે સ્વયં રત્ન બનશે. તેઓ ટૂંક સમયમાં સાદગીપૂર્ણ રીતે પ્રવચન સમયમાં દીક્ષા અંગિકાર કરશે.

જૈન આગમ વાક્ય : પાછલી ઉંમરમાં પણ સંસાર ત્યાગી સંયમ સ્વીકારી જીવનને ધન્ય બનાવી શકાય છે વાક્યને નિર્મળાબહેન ચરિતાર્થ કરશે. નોંધનીય છે કે થોડા સપ્તાહ પૂર્વે આગમ પ્રેમી રાજેશમુનિ મહારાજના પિતાશ્રીએ પણ સંથારા સાથે સંયમનો સ્વીકાર કરી દેહત્યાગ કર્યો હતો. નિર્મળાબહેનની દીક્ષા થતાં ગોંડલ સંપ્રદાયમાં જશ પરિવારના એક પરિવારના ત્રણ ત્રણ દીક્ષાર્થીની પ્રથમ ઘટના બનશે.

તાજેતરમાં મુમુક્ષુ તેજસભાઇ દેસાઇએ દીક્ષા અંગિકારનો નિર્ણય કર્યો હતો અને હવે નિર્મળાબહેન દ્વારા પણ પ્રકારે જાહેરાત થતાં રાજકોટ એક સાથે બબ્બે દીક્ષાની જાહેરાતની વિરલ ઘટના ઘટી છે. ઉદઘોષણાને પગલે સ્થાનકવાસી જૈન સમાજમાં હરખની હેલી ચડી છે.

પુત્રના પગલે માતાએ પણ આત્મકલ્યાણનાે માર્ગ અપનાવ્યો

જશ પરિવારમાં એક કુટુંબની ત્રણ દીક્ષાની પ્રથમ ઘટના

અન્ય સમાચારો પણ છે...