તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અનેક બેંકોમાં અધવચ્ચે નાણાં ખૂટ્યાં, ગ્રાહકોને પૂરતી રકમ મળી

અનેક બેંકોમાં અધવચ્ચે નાણાં ખૂટ્યાં, ગ્રાહકોને પૂરતી રકમ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીનાનિર્ણય બાદ દિવસો વિતતા જશે તેમ લોકોની મુશ્કેલી ઓછી થતી જશે અને બેંકો તરફથી લોકોને પૂરતા નાણાં મળી રહેશે તેવી આશા મૃગજળ સમાન સાબિત થઇ રહી છે. કોઇપણ વ્યક્તિ પોતાના ખાતામાંથી એક અઠવાડિયામાં મહત્તમ રૂ.24000 ઉપાડી શકે છે તેવી સરકારે ઘોષણા કરી છે. પરંતુ જાહેરાત માત્ર મન બહેલાવવા પૂરતી હોય તેવી સ્થિતિ આજે પણ નજરે પડે છે. બેથી ત્રણ રાષ્ટ્રીયકૃત બેંકોને બાદ કરતા અનેક રાષ્ટ્રીયકૃત બેંકોને પણ આરબીઆઇ તરફથી પૂરતા નાણાં મળતા નથી અને પરિણામે બેંકો ગ્રાહકોને એકસાથે રૂ.24000ની રકમ આપી શકતી નથી.

બેંકો પર કતારો ઘટી છે એવો સરકારનો દાવો છે. સાચી વાત છે કે, એટીએમ પર કતારો વધતી જાય છે. મંગળવારે રાજકોટની તમામ નાની-મોટી બેંકો પર મોટી સંખ્યામાં લોકો પૈસા ઉપાડવા માટે કતારો લગાવીને ઊભા હતા. અલબત્ત શરૂઆતના 15 દિવસની તૂલનામાં કતારો ઓછી હતી પણ તેનાથી સ્થિતિ સુધરી હોવાનું અર્થઘટન કરવું યોગ્ય નહીં ગણાય. લોકોની હાલાકી યથાવત્ છે. એક સાથે રૂ.24000 મળે તો સ્થિતિ સુધરે. અત્યારે તો કટકે-કટકે રકમ મળતી હોવાથી લોકોને દરરોજ બેંકના ધક્કા ખાવા પડે છે.

બીજી તરફ પોતાની ત્વચા બચાવવા બેંક સત્તાવાળાઓ લોકોને અપાતા ઉપાડ અંગેની વિગતો પણ છૂપાવવાનો પ્રયત્ન કરે છે.

અનેક રાષ્ટ્રીયકૃત બેંકો પાસે પણ લોકોને એકસાથે આપવા માટેના રૂ. 24000 નથી

નાણાંની કાંઇ તંગી હોવાનો સરકારી દાવો દરરોજ ખોટો પડી રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...