તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બેંકો ટોકન આપ્યા બાદ કેટલી રકમ આપવી તે નક્કી કરે છે

બેંકો ટોકન આપ્યા બાદ કેટલી રકમ આપવી તે નક્કી કરે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંકોમાંકતારોમાં ઊભા રહેલાં લોકોનો વારો આવે ત્યારે બેંક દ્વારા જણાવવામાં આવે છે કે, પૂરી રૂ.24000ની રકમ આપી નહીં શકાય અને પરિણામે લોકોમાં રોષની લાગણી ફેલાય છે. રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓમાં પણ સ્થિતિ છે. દેના બેંકની એક શાખાના અધિકારીએ નામ આપવાની શરતે જણાવ્યું હતું કે, દરરોજ અમે બેંક ખોલીએ પહેલાં લોકોની કતારો લાગી ગઇ હોય છે. અમે સૌથી પહેલું કામ ટોકન આપવાનું કરીએ છીએ. શાખાઓને પૂરતું ભંડોળ મળતું નથી. અમે આપેલા ટોકન અને અમારી બેંકને મળેલ રકમની ગણતરી કરી અને પહેલેથી કતારમાં ઊભેલા લોકોને તેમને કેટલા રૂપિયા મળશે તે જણાવી દઇએ છીએ. બીજી તરફ અનેક બેંકો ગ્રાહકોને આગોતરી જાણ કરતા હોવાથી ગ્રાહકને છેક વીથડ્રોઅલ વીન્ડો પાસે પહોંચે ત્યારે ખબર પડે છે કે પૂરતી રકમ નહીં મળે. બીજી તરફ શહેરની એક પણ ખાનગી બેંક રૂ.10000 થી વધુ રકમ આપી શકી નથી. કેટલીક બેંકોએ તો બે-બે દિવસના ટોકન આપી દીધા છે.

ખાનગી બેંકો તો મહત્તમ રૂપિયા 10 હજાર આપી શકે છે

રાષ્ટ્રીયકૃત બેંકોની શાખા પણ નાણાંની અછત ભોગવે છે

અન્ય સમાચારો પણ છે...